તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:વલસાડની સિવિલ હોસ્પિટલમાં પીપીઇ કિટ પહેરી રાજ્ય આરોગ્ય મંત્રીએ દર્દીઓની મુલાકાત લીધી

વલસાડ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભરૂચમાં કોવિડ વોર્ડમાં બનેલી ઘટના દુઃખદ : કુમાર કનાની, રાજ્ય આરોગ્ય મંત્રી

વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસોને લઈને રાજ્ય આરોગ્ય મંત્રીએ વલસાડ કલેક્ટર કચેરીએ જિલ્લાના તમામ ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં રાજ્ય આરોગ્ય મંત્રીએ જિલ્લામાં કોરોનાના દર્દીઓને આપવામાં આવતી સારવાર અંગે સમીક્ષા બેઠક યોજી હતી. તથા વલસાડની સિવિલ હોસ્પિટલમાં પીપીઇ કિટ પહેરી રાજ્ય આરોગ્ય મંત્રીએ દર્દીઓની મુલાકાત લીધી હતી.

ભરૂચના કોવિડ વોર્ડમાં બનેલી ઘટનાને દુઃખદ ઘટના ગણાવી

જેમાં મહત્વ પૂર્ણ બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ભરૂચના કોવિડ વોર્ડમાં બનેલી ઘટનાને દુઃખદ ઘટના ગણાવી હતી. કોવિડ આઇસીયુ વોર્ડમાં 24 કલાક એસી, વેન્ટિલેટર વગેરે ચાલુ રહે છે. જેને લઈને શોર્ટ સર્કિટ જેવી દુઃખદ ઘટના બની હતી. કોવિડમાં સારવાર મેળવી રહેલા દર્દીનું આગમાં મૃત્યુ થયું હતું. તેમને જે ઘટનાને લઈને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.

ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને સમીક્ષા કરી

વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કનાનીએ વલસાડની મુલાકાત લઈ કોવિડના દર્દીઓને આપવામાં આવતી સારવાર અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને સમીક્ષા કરી હતી. વલસાડ જિલ્લામાં કોવિડના દર્દીઓને આપવામાં આવતી સારવાર અંગે જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં પીપીઇ કિટ પહેરી દર્દીઓ સાથે મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો