નિરીક્ષણ:વલસાડ અને ધરમપુર વિધાનસભાના મતદાર વિભાગના બુથોની સ્પેશિયલ ઓબ્ઝર્વરે મુલાકાત કરી

વલસાડ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 179- વલસાડના 207- અટકપારડી- 1 અને 208- અટકપારડી- 2 તેમજ જૂજવા- 206 મતદાન મથક તેમજ 178-ધરમપુરના કરંજવેરી-3 મતદાન મથકોની મુલાકાત લીધી

વિધાનસભા સામાન્‍ય ચૂંટણી- 2022 અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દિલ્‍હી દ્વારા વિશેષ મતદારો માટે મતદાનની સગવડતા(ઇન્‍કલુઝન અને એકસેસીબીલીટી)ના સ્‍પેશિયલ ઓબ્‍ઝર્વર અક્ષય રાઉતની નિમણૂંક કરવામાં આવી છે. રાઉત તેમના સમગ્ર રાજયના નિયત થયેલા કાર્યક્રમ અનુસાર તા. 21 મી નવેમ્‍બરથી તા. 25 મી નવેમ્‍બર,2022 સુધી રાજયના વિવિધ વિધાનસભા વિસ્‍તારોમાં ચૂંટણીપંચની ગાઇડલાઇન મુજબ વિશેષ મતદારો જેવા કે દિવ્‍યાંગો/સિનિયર સીટીઝન/મહિલા/યુવા/થર્ડ જેન્‍ડર/ઓવરસીઝ/સર્વિસ વોટર્સની મતદાન માટે જે વ્‍યવસ્‍થાઓ મતદાન મથકોમાં કરવાની રહે છે તે બાબતે તેમજ મતદાર જાગૃત્તિ બાબતે સ્‍વીપ એક્ટિવિટી અંતર્ગત વધુ મતદાન થાય તે માટે જરૂર વ્‍યવસ્‍થા કરવા સંદર્ભે મતદાન મથકોની મુલાકાત લઇ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવેલ વ્‍યવસ્‍થાઓનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડશે.

સ્‍પેશિયલ ઓબ્‍ઝર્વર રાઉતે ગત તા. 21મી નવેમ્‍બર, 2022ના રોજ તેમના નિયત થયેલા કાર્યક્રમ અનુસાર નવસારી ખાતેથી તેઓ ગત સાંજે વલસાડ જિલ્‍લાના વિધાનસભાના મતદાર વિસ્‍તારોની મુલાકાત માટે તેઓ વલસાડ ખાતે સાંજે આવી પહોંચ્‍યા હતા. વલસાડ જિલ્‍લાના 179- વલસાડ વિધાનસભાના 207- અટકપારડી-1 અને 208- અટકપારડી-2 મતદાન મથકો ખાતે 179- વલસાડના ચૂંટણી અધિકારી નિલેશ કુકડિયાની સાથે મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાત દરમિયાન આ મતદાન મથકના દિવ્‍યાંગ મતદારો માટે રેમ્‍પની વ્‍યવસ્‍થા, અલગ હરોળ, તેમજ સીનીયર સીટીઝનો માટે અલગ હરોળ વગેરેની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવી છે કે કેમ? તે બાબતોનું નિરીક્ષણ કર્યુ હતું.

આ મતદાન મથકોમાં અટકપારડી-૧ ખાતે ૯૬૫ કુલ મતદારો પૈકી 492 પુરૂષ અને ૪૭૩સ્ત્રી મતદારો છે જેમાં દિવ્‍યાંગો 2 અને સીનીયર સીટીઝનો ૬ છે તેમજ અટકપારડી- 2 ખાતે 826 કુલ મતદારો પૈકી 400 પુરૂષ અને 426 સ્ત્રી મતદારો છે જેમાં 4 દિવ્‍યાંગો અને 14 સીનીયર સીટીઝનો છે. રાઉતે આજે તા. 22 મી નવેમ્‍બર 2022ના રોજ 179- વલસાડ મતદાર વિભાગના 209- જૂજવા-૧, ૨૧૦-જૂજવા-૨ અને ૨૧૧-જૂજવા-૩ ની મુલાકાત લઇ મતદાન મથકોમાં વિશેષ મતદારો માટે કરવામાં આવેલી વ્‍યવસ્‍થાઓનું નિરીક્ષણ કર્યુ હતું. આ મુલાકાત વેળા તેમની સાથે 179- વલસાડના ચૂંટણી અધિકારી નિલેશ કુકડિયા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...