• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • The Slab Of A Bridge Under Construction On The Navapur Rayangan River On The Surat Nagpur Highway Exploded At Midnight, But Tantra Says 'we Broke It For Safety Reasons'

દુર્ઘટના:સુરત-નાગપુર હાઇવે પર નવાપુર રાયંગણ નદી પર નિર્માણાધિન બ્રિજનો સ્લેબ મધ્યરાત્રે ધડાકાભેર તૂટ્યો, પરંતુ તંત્ર કહે છે ‘સેફ્ટીના કારણોસર અમે જ તોડ્યો’

નવાપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રના નવાપુર તાલુકામાં નાગપુર-સુરત નેશનલ હાઈવેને ફોર લેન કરવાની કામગીરી ચાલી રહી છે, જ્યારે રાયંગણ નદી પરના નવા પુલના નિર્માણનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે મંગળવારે મધ્યરાત્રિએ નવા પુલ પર મુકેલનો 15 મીટરનો સ્ટીલ અને સિમેન્ટ ગર્ડર તૂટી પડ્યો હતો. જોકે, જી એમ મ્હાત્રાના મેનેજર અને એન્જિનિયરે દાવો કર્યો હતો કે બ્રિજનો ભાગ તૂટી પડ્યો નથી.

સુરક્ષાના કારણોસર પુલ તોડી પાડવામાં આવ્યો છે. આ દાવાને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પ્રોજેક્ટ ઓફિસર રવિન્દ્ર હિંગોલએ જણાવ્યું હતું કે નદી પર પુલનું કામ ચાલી રહ્યું છે. આ જગ્યાએ નદીમાં માટી નાખીને સ્લેબ ભરવામાં આવી રહ્યો છે. પુલનો પ્રારંભિક ભાગ ભેજના નિર્માણને કારણે તૂટી જવાનો હતો. જેથી કોન્ટ્રાક્ટરે તે બ્રિજ તોડી નાખ્યો હતો. પરંતુ સ્થાનિક લોકોનો દાવો છે કે મધ્યરાત્રિ બાદ અચાનક પુલ ધરાશાયી થયો હતો અને તેનો મોટો અવાજ પણ સંભળાયો હતો.

30-35 લાખનું નુકસાન થયું
રાયંગણ નદી પર બ્રિજના નિર્માણ માટે સિમેન્ટ નખાઇ રહી હતી. ત્યારે અચાનક સ્લેબ બેન્ડ થતા તૂટી પડ્યો હતો, જેના કારણે કામદારો અને એન્જિનિયરોને નીચે ઉતારીને સ્લેબ તોડી પડાયોછે, જેના કારણે કંપનીને 30-35 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. > રાજેશ મ્હાત્રે, મેનેજર, જીએમ મ્હાત્રે કંપની, નવાપુર

​​​​​​​શિયાળું સત્રમાં મુદ્દો ઉઠાવીશ
પુલનો એક ભાગ ધરાશાયી થવાના કારણે કોન્ટ્રાક્ટર અને આધિકારીઓની બેદરકારી સામે આવી છે. બેદરકારી દાખવનાર કંપનીને બ્લેક લિસ્ટ કરીને આગળ કોઈ કામ ન આપવું જોઈએ. હું આ સંબંધમાં વાહનવ્યવહાર મંત્રીને પત્ર લખીને નબળી કામગીરીને તપાસ શિયાળુ સત્રમાં આ મુદ્દો ઉઠાવીશ.> શીરીષકુમાર નાઇક, ધારસભ્ય, નવાપુર

અન્ય સમાચારો પણ છે...