તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:કોરોનાથી મોતનો સિલસિલો 53 દિવસે અટક્યો, જિલ્લામાં એકપણ મોત નહીં

વલસાડ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મોતની ચેઇન તૂટી| 12 એપ્રિલથી 4 જૂન સુધી 276 મોત થઇ ચૂક્યા
  • નવા દર્દીનો આંકડો 16 પર સ્થિર, 40 દર્દી સાજા થયા

વલસાડ જિલ્લામાં છેલ્લા પોણા 2 માસથી દરરોજ કોરોનાની સારવાર દરમિયાન ઓછીવત્તી સંખ્યામાં મોત નોંધાયા બાદ લાંબા સમય પછી 5 જૂને મોતનો સિલસિલો અટક્યો છે.છેલ્લા એક માસથી કોરોના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો છતાં મૃત્યુના કિસ્સા ચાલૂ રહ્યા હતા,તેમાં શનિવારે એક પણ કોરાના દર્દીનું મૃત્યુ ન થતાં મોતની ચેઇન તૂટી હતી.આ સાથે જિલ્લામાં નવા દર્દીનો આંકડો પર નીચે ઉતરીને 16 પર આવી પહોંચ્યો હતો.જો કે આ દૈનિક કેસના આંકડા સામે 85 ટકા દર્દી સાજા થઇ ગયા હતા.

રાજ્યમાં કોરોનાની બીજી લહેર માર્ચથી શરૂ થઇ ગઇ હતી.દરમિયાન જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીના વાયરો ફેલાતા સંક્રમણની ભીતિ ઉઠી હતી.તે પહેલા જાન્યુઆરી ફેબ્રુઆરી દરમિયાન કેસોની સંખ્યા ખુબ ઓછી થઇ ગઇ હતી.આ સંજોગો વચ્ચે ચૂંટણીઓ યોજાઇ હતી.જો કે 28 ફે્બ્રુઆરીએ ચૂંટણી પૂરી થઇ ગયા બાદ 2 માર્ચે રિઝલ્ટ આવી ગયા પછી માર્ચથી કોરોના કેસોમાં ઉછાળ જોવા મળ્યો હતો.તેની સાથોસાથ કોરોના દર્દીના મોતની સંખ્યા પણ એપ્રિલના બીજા સપ્તાહ સુધી સતત વધતી રહી હતી.

12 એપ્રિલે 35 કેસ અને શૂન્ય મોત નોંધાયું હતું.ત્યારબાદથી 4 જૂન સુધી કોરોનાથી મૃત્યુના ઓછા વત્તા મૃત્યુ નોંધાતા રહ્યા હતા.જે સિલસિલો 5 જૂન શનિવારે તૂટ્યો હતો.જિલ્લામાં કોરોનાના દર્દી પૈકી શનિવારે એક પણ મોત થયું ન હતી.જેને લઇ હાશ્કારો અનુભવાયો હતો.આ સાથે કોરોના દર્દીનો આંકડો પણ ઘટીને 16 પર નીચે ઉતરી ગયો હતો.જિલ્લામાં 18 પૈકી વલસાડમાં 8,પારડી 3,ઉમરગામ 3,કપરાડા તાલુકામાં 2 કેસ નોંધાયા હતા.જ્યારે 40 દર્દી સાજા થયા હતા.

બીજી લહેરમાં 12 એપ્રિલથી 4 જૂન સુધી 276 મોત થયા

12 એપ્રિલે આ સ્થિતિ હતી

5 જૂને આ સ્થિતિ રહી

દર્દીની સંખ્યા1757દર્દીની સંખ્યા5844
એક્ટિવ કેસ218એક્ટિવ કેસ272
સાજા દર્દી1379સાજા દર્દી5153
મૃત્યુ161મૃત્યુ437
5 જૂને કોરોનાના નવા દર્દીમાં કયા તાલુકામાં કેટલા પુરુષ- સ્ત્રી
તાલુકોકેસપુરૂષસ્ત્રી
વલસાડ844
પારડી321
વાપી000
ઉમરગામ330
ધરમપુર000
કપરાડા211
કુલ16106

​​​​​​​ગત એપ્રિલ- મે દરમિયાન મોતના કહેરથી ફફડાટ હતો
એપ્રિલ અને મે માસમાં કોરોના કેસોના જબરદસ્ત ઉછાળાને લઇ જિલ્લામાં ભારે ચિતાનો માહોલ હતો.સિવિલમાં અને ખાનગી હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં કોરોના દર્દીઓના મોત થતા હડકંપ મચી ગયો હતો.સ્મશાન ગૃહોમાં અને સિવિલમાં મૃતદેહોના ઢગલા જોવા મળ્યા હતા.

11 એપ્રિલ સુધી મૃત્યુ યથાવત, 12 એપ્રિલે મોતની બ્રેક, 13 એપ્રિલથી ફરી 4 જૂન સુધી મૃત્યુનો સિલસિલો જારી રહ્યો
અગાઉ 11 એપ્રિલ સુધી મૃત્યુના કેસો ચાલૂ રહ્યા હતા,પરંતું 12 એપ્રિલના રોજ શૂન્ય મોત નોંધાતા હાશ્કારો મળ્યો હતો,પરંતુ ફરી 13 એપ્રિલથી 4 જૂન સુધી મૃ્ત્યુના કેસ ચાલૂ રહ્યા હતા.12 એપ્રિલના રોજ કોરોનાના દર્દી 35 હતા,જ્યારે મૃત્યુ એક પણ નોંધાયું ન હતું,પરંતુ ત્યારબાદથી મૃત્યુના કેસો 4 જૂન સુધી ઓછાવત્તા નોંધાતા રહ્યા હતા અને 53 દિવસ બાદ એટલે કે છેલ્લે 4 જૂને મૃત્યુનો 1 કેસ નોંધાયા બાદ 5 જૂને શૂન્ય સાથે કોરોના દર્દીની મોતને બ્રેક લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...