સિંગિંગ સિતારે સીઝન-2:વલસાડમાં સેમી ફિનાલે યોજાઈ, ગુજરાતભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના બાળકોમાં ગાયકી પ્રત્યે છુપાયેલા ટેલેન્ટને બહાર લાવવા માટે ગ્લોબલ સિતારે સિઝન 2ની સેમિફાઇનલ વલસાડના મોરારજી દેસાઈ હોલ ખાતે યોજાઈ હતી. જેન સમગ્ર ગુજરાતમાંથી બાળકોએ મોટી સંખ્યામાં સ્પર્ધામાં તમામ વય જુથના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં ઓડિશન રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ વલસાડના મોરારજી દેસાઈ હોલ ખાતે સેમિફાઇનલ રાઉન્ડ રાખવામાં આવ્યો હતો. દરેક જૂથમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આગામી દિવસોમાં ફાઇનલ રાઉન્ડ વલસાડ ખાતે યોજાશે. જેમાં નિર્ણાયક તરીકે ફાલ્ગુની પાઠક અને કીર્તિદાન ગઢવી ઉપસ્થિત રહેશે.

વલસાડની ગ્લોબલ સિતારે ઈવેન્ટ્સ દ્વારા સિંગિંગ સિતારે સિઝન 2 તરીકે સમગ્ર ગુજરાતમાં સોલો સિંગિંગ કોમ્પિટિશનમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા ચાર તબક્કામાં શરૂઆત કરવામાં આવી છે. જેમાં ઓડિશન, મેગા ઓડિશન, સેમી ફિનાલે અને ફિનાલે. જેમાં અત્યાર સુધીમાં ઓડિશન અને મેગા ઓડિશન સફળતાપૂર્વક પૂર્ણ થયા હતા અને 1080 લોકોએ ભાગ લીધો હતો. સેમી ફાઇનલ રાઉન્ડ મોરારજી દેસાઈ હોલમાં યોજાયો હતો. આ રાઉન્ડમાં પરફોર્મ કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી 130 સ્પર્ધકો હાજર રહ્યા હતા. ઇવેન્ટનો આ તબક્કો સૌથી નિર્ણાયક હતો. કારણ કે 130 સ્પર્ધકો માંથી માત્ર શ્રેષ્ઠ 20 થી 25 સ્પર્ધકોને અંતિમ રાઉન્ડ માટેની પસંદગી કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં 3 કેટેગરી રાખવામાં આવી છે. જેમાં પ્રથમ વય શ્રેણી: 8 થી 16 વર્ષ, બીજી ઉંમર કેટેગરી:17 થી 40 વર્ષ, અને ત્રીજી વય શ્રેણી: 41 વર્ષ પછીની છે. આ સ્પર્ધામાં ત્રણ નિર્ણાયકો દ્વારા જજ કરવામાં આવી હતી. જેમાં આશિષ શાહ (પાર્શ્વગાયક, 20 વર્ષથી વધુ ઉંમરના રેકોર્ડિંગ કલાકાર, સારેગમપ આલ્ફા ટીવીના વિજેતા, સુરતમાંથી તેમની કારકિર્દીમાં 300 થી વધુ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે રહી ચૂક્યા છે. અને પંકજ પારેખ કે જે (નિનાદ મ્યુઝિક એકેડેમી નવસારીના ડિરેક્ટર, પ્લેબેક સિંગર, મ્યુઝિક ડિરેક્ટર અને કમ્પોઝર) છે. તેમજ ડૉ. બિનીતા પટેલ જે (ગ્લોબલ સિતાર ઇવેન્ટ્સના ડિરેક્ટર) છે. યોજાયેલી સ્પર્ધાનું પરિણામ 2 નવેમ્બરના રોજ અંતિમ પસંદગી અંગે ચુકાદો જાહેર કરવામાં આવશે. તેમજ 20 નવેમ્બરે શ્રીજી પાર્ટી પ્લોટ વલસાડ ખાતે યોજાનાર સિગિંગ સિતારે સિઝન 2 ના ફિનાલેમાં પસંદગી પામેલા ફાઇનલિસ્ટ્સ પરફોર્મ કરશે.જેમાં કીર્તિદાન ગઢવી અને ફાલ્ગુની પાઠક નિર્ણાયક તરીકે ખાસ ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...