તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:વલસાડમાં કોરોનાનો ભયજનક ચહેરો એક જ દિવસમાં સૌથી વધુ13 દર્દી

વલસાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • વલસાડ તાલુકામાં 9 કેસ, માર્ચના 28 દિવસમાં 97 કેસ, સદીની તૈયારી

વલસાડ જિલ્લામાં એક દિવસમાં 13 કેસ કોરોના પોઝિટિવના મળી આવતાં કોરોનાનો ભયજનક ચહેરો ફરી સામે આવી રહ્યો છે. ધંધારોજગાર પર નભતાં લોકોના માથા પર ચિંતાની લકીર ફરી છે.વલસાડ સહિત જિલ્લાના ધરમપુર, પારડી, વાપી, ઉમરગામ તાલુકામાં સૌથી વધુ સંક્રમણ વલસાડ તાલુકામાં હાલમાં જોવા મળી રહ્યો છે.

28 માર્ચે વલસાડ જિલ્લામાં કુલ 13 જેટલા કેસ નોંધાયા હતા.લાંબા સમય બાદ આટલી સંખ્યામાં ફરી કોરોના પોઝિટિવ દર્દી મળી આવ્યા છે. જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન તો કેસની સંખ્યા 2 થી 5 વચ્ચે નોંધાતી હતી.માર્ચમાં છેલ્લા સપ્તાહ દરમિયાન જિલ્લામાં 8 થી 10 જેટલી સંખ્યામાં કેસો નોંધાતા હતા,પરંતુ રવિવાર 28 માર્ચે કોરોના પોઝિટિવના 13 દર્દી મળી આવતાં તંત્રમાં દોડધામ મચી છે.

ક્યાં કેટલા કોરોના પોઝિટિવ કેસ

તાલુકોગામ સ્થળઉમરપુ,સ્ત્રી
વલસાડમધકુંજસાઇકૃપા સોસાયટી23સ્ત્રી
વલસાડઆરએમપાર્ક,ભાગડાવડા74પુરૂષ
વલસાડનનકવાડા80પુરૂષ
વલસાડધારાનગર,અબ્રામા51સ્ત્રી
વલસાડડુંગરી62સ્ત્રી
વલસાડઅંબિકા સ્ટ્રીટ,કોસંબા59પુૂરૂષ
વલસાડસદભાવના બંગલો,ભાગડાવડા67પુરૂષ
વલસાડઆરએમપાર્ક,ભાગડાવડા47પુરૂષ
વલસાડરામજી ટેકરા75સ્ત્રી
પારડીદમણી ઝાંપા57સ્ત્રી
વાપીગીતાનગર,ચલા29પુરૂષ
વાપીનામધા24સ્ત્રી
વાપીનામધા27પુરૂષ

ભાજપ મહામંત્રી પોઝિટિવ: વાપીમાં સંક્રમણ વધ્યું
વલસાડ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી કોરોનાના કેસો વધી રહ્યાં છે. વલસાડના ધારાસભ્ય ભરત પટેલ પોઝિટિવ આવ્યાં બાદ વાપી પાલિકાના સભ્ય અને વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી શિલ્પેશ દેસાઇનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે ભીલાડવાળા બેન્કની ચૂંટણી બાદ અનેક લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.

​​​​​​​બીજી તરફ વાપીમાં અનેક લોકો સંક્રમિત છે, પરંતુ સરકારી યાદીમાં તેમનો કોઇ ઉલ્લેખ ન આવતાં લોકોમાં તે અંગે ચર્ચા ચાલી રહી છે. આરોગ્ય વિભાગ વાપીમાં વધતાં કેસો અંગે સચોટ માહિતી જાહેર કરે તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો