કોરોનાનો કહેર:વલસાડ જિલ્લામાં કોરોનાનો ભયજનક ચહેરો 1 જ દિવસમાં સૌથી વધુ 23 કોરોના પોઝિટિવ

વલસાડ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાપી 12, વલસાડ 9 અને પારડીમાં 2 કેસ, 2 બાળક, 4 મહિલા સંક્રમિત, લોકલ સંક્રમણથી કોરોનો બમણી ગતિએ પ્રસર્યો
  • વાપીમાં સૌથી વધારે કેસો આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું
  • જિલ્લામાં વધુ 5 દર્દીઓએ કોરોનાને માત આપી
  • કોરોનાનો કુલ આંકડો 263

જિલ્લામાં કોરોના સંક્રમણના પગલે  5 જૂલાઇનો દિવસ સૌથી ભારે રહ્યો હતો.અત્યાર સુધીમાં એક જ દિવસમાં સૌથી વધુ 23 પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.તેમાંય સૌથી વધુ વાપીમાં 12 કેસ નોંધાયા હતા,જ્યારે વલસાડમાં 9 અને પારડીમાં 2 કેસ કોરોના પોઝિટિવ નિકળ્યા હતા.આ સાથે જિલ્લામાં કોરોના કેસની સંખ્યાનો આંકડો વધીને 263 પર પહોંચી ગયો છે.

કોરોના સંક્રમણથી બચવા માટે કોવિડ-19ની સરકારની માર્ગદર્શિકાઓના અમલમાં સુસ્તીને લઇ સંક્રમણે માઝા મૂકી હોવાનું પ્રતીત થઇ રહ્યું છે

જૂનમાં કોરોનાના 183 કેસ નોંધાયા હતા ત્યારબાદ જૂલાઇમાં પણ કોરોની રફતાર એટલી જ ઝડપે વધી રહી હોવાના સંકેત મળી રહ્યા  છે.જૂન અને જૂલાઇ માસમાં કોરોના વધુ વકરશે તેવી પ્રથમથી આશંકા વર્તાઇ રહી હતી.આરોગ્ય અને  જિલ્લા વહીવટી તંત્રએ જિલ્લામાં આર્યુવેદિક ઉકાળા,હોમિયોપેથી આર્સેનલ ટેબ્લેટનું વિતરણ તેજ બનાવી દીધું હતુ,છતાં કોરોના સંક્રમણથી બચવા માટે કોવિડ-19ની સરકારની માર્ગદર્શિકાઓના અમલમાં સુસ્તીને લઇ સંક્રમણે માઝા મૂકી હોવાનું પ્રતીત થઇ રહ્યું છે.આ સાથે લોકોડાઉનમાં મૂકાયેલી છૂટછાટ પણ પરોક્ષ કારણ બની રહી છે.આ તમામ પાસાઓને જોતાં સાવધાની જો વર્તવામાં ન આવે તો જિલ્લામાં કોરોનાને કાબૂમાં લેવા તંત્રને લોઢાના ચણા ચાવવા પડે તેવી સ્થિતિ સર્જાશે.

ભીલાડવાળા બેંકના કર્મી કોરોના પોઝિટિવ, હેડ ઓફિસ બંધ થશે

વલસાડ તિથલ રોડ ઉપર શુભકેવલ એપાર્ટમેન્ટમાં રહેતી 25 વર્ષીય મહિલા સનફાર્મા કંપનીના સંક્રમિત થઇ છે. જેના પિતા ભીલાડવાળા બેંકમાં આ.જ.મેનેજર તરીકે ફરજ બજાવે છે. જેથી ચેરમેનના જણાવ્યા અનુસાર માત્ર હેડ ઓફિસ ત્રણ દિવસ માટે બંધ રહેશે. ત્રણેય સભ્યનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

મુંબઇથી આવતા કોરોના

વલસાડના કાંઠાના દાંડી ગામનો 49 વર્ષીય યુવાન ધરમપુર તાલુકામાં ખેતીવાડી વિભાગમાં નોકરી કરે છે.તે મુંબઇ જઇને પરત આવ્યો હતો.જેના સેમ્પલ પોઝિટવ આવતાં કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયો છે.

વલસાડ હાલરની વૃધ્ધા કરિયાણાની દૂકાન ચલાવે છે

વલસાડ શહેરના હાલર વિસ્તારમાં રહેતા 68 વર્ષીય વૃધ્ધ કરિયાણાની દૂકાન ચલાવે છે.દરમિયાન કોઇક રીતે સંક્રમિત થયા હતા.કોરોના સેમ્પલ પોઝિટિવ આવ્યા બાદ સારવાર અર્થે સિવિલમાં દાખલ કરાયા હતા.

ચલાની બે વર્ષની બાળકી પોઝિટિવ

વાપીના ચલા સત્તાધાર સોસાયટીમાં અગાઉ વધારે કેસો આવતાં સોસાયટીને સિલ કરાઇ હતી, પરંતુ ફરી અહિ કોરોનાએ એન્ટ્રી કરી છે. તાજેતરમાં પોઝિટિવ કેસના દર્દીના સંપર્કમાં આવવાથી વધુ સત્તાધાર સોસાયટીના ચાર લોકો કોરોના પોઝિટિવ બન્યાં છે. જેમાં બે બાળકી અને 33 વર્ષિય મહિલાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...