• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • The Sale Of Country Liquor Is Going On Uninterruptedly, The Woman Said I Am Selling Liquor To Cover The Expenses Of The Illness.

વલસાડ પોલીસ આ વીડિયો જુઓ:બેરોકટોક થઈ રહ્યું છે દેશી દારૂનું વેચાણ, મહિલાએ કહ્યું- માંદગીનો ખર્ચ કાઢવા દારૂનું વેચાણ કરી રહું છું

વલસાડ20 દિવસ પહેલાલેખક: ચેતન મહેતા
  • દારૂબંધીના લીરેલીરા ઉડાવતા દૃશ્યો જોવા મળ્યા

એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવાના દાવા સરકાર કરી રહી છે. પોલીસ પણ દારૂના વેપલાઓ કરતા લોકો ઉપર અંકુશ લાવવા રેડ કરી કાયદાના પાઠ ભણાવી રહી છે. તેમ છતાં લઠ્ઠા કાંડ જેવી ઘટના બનતા રાજ્યમાં દારૂ બંધીની કેટલી કડક અમલવારી થઈ રહી છે તેની ચાડી ખાઈ રહી છે. વલસાડ શહેરના એક દારૂના અડ્ડા ઉપર વલસાડ દિવ્ય ભાસ્કરની ટીમે ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં વલસાડમાં ખુલ્લેઆમ ધોળે દહાળે દેશી દારૂનું છૂટક વેચાણ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. એક મહિલા બુટલેગર ઉપર અત્યાર સુધીમાં ઘણા કેસો થયા છત્તા દારૂનો વેપલો કરવાની આદી બનેલી મહિલા ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરી રહી હતી

એક તરફ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં દારૂબંધીનું કડકાઇથી અમલવારી કરવામાં આવી રહી હોવાનું જણાવી રહી છે. મહારાષ્ટ્ર રાજ્યના પ્રવેશ દ્વાર ઉપર આવેલા વલસાડ જિલ્લામાં પણ દારૂબંધીની કડકાઇથી પાલન કરવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તેમાં મહારાષ્ટ્રથી વલસાડ જિલ્લા અને ગુજરાતમાં દારૂનો જથ્થો ઠાલવવામાં આવી રહ્યો છે. તેના ઉપર અંકુશ લાવવા વલસાડ જિલ્લા પોલીસ દ્વારા બુટલેગરોના કિમીયાઓ ઉપર અંકુશ લાવવા પ્રયાસો કરવામાં આવે છે. ગુજરાતના બરવાડા તાલુકામાં લઠ્ઠા કાંડની ઘટના ગઈ કાલના રોજ પ્રકાશમાં આવી હતી. જે બાદ સમગ્ર ગુજરાતમાં દેશી દારૂના અડ્ડાઓ ઉપર અને દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર પોલીસે લાલ આંખ કરી છે.

દારૂના અડ્ડા પર દિવ્ય ભાસ્કરનું રિયાલિટી ચેક
વલસાડ શહેર નજીક આવેલા એક દારૂના અડ્ડા ઉપર દિવ્ય ભાસ્કરની ટીમે ચેકીંગ કરતા દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ દિવસ દરમ્યાન ચાલી રહ્યું હતું. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આવા દેશી દારૂના અડ્ડાઓ ઉપર છાસવારે રેડ કરવામાં આવે છે. પરંતુ આવા અડ્ડા બંધ નથી થતા. મહિલાઓ પોતાના ખર્ચા કાઢવા માટે દારૂનો વેપલો કરવા લાચાર બની રહી છે.

દેશી દારૂના લીધે લઠ્ઠા કાંડ થયું હોવાનું જાણવા છત્તા વેચાણ ચાલુ
દિવ્ય ભાસ્કરની ટીમે દારૂમાં અડ્ડા ઉપર રિયાલિટી ચેક કર્યું હતું. જ્યાં માત્ર 10 અને 20 રૂપિયાની દેશી દારૂની પોટલીઓ તૈયાર જોવા મળી હતી. મહિલાને લઠ્ઠાકાંડ અંગે પૂછતાં પેપરમાં વાંચ્યું હોવા છત્તા તને કોઈ ફેર પડતો ન હોય તે રીતે વેપલો કરતી જોવા મળી હતી. મહિલા ઉપર માત્ર 2 મહિનામાં 2 કેસ થઈ ચૂક્યા છે. છત્તા દારૂનું ખુલ્લેઆમ વેચાણ ચાલી રહ્યું છે

અન્ય સમાચારો પણ છે...