તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CCનો વિવાદ:વલસાડમાં બાંધકામની ઓનલાઇન મંજૂરી માટે નિયમોનું પાલન થતું નથી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાંધકામો થઇ ગયા બાદ વિવાદો ઉભા થાય છે ,સામાન્ય સભામાં મંજૂરી બાદ જ સીસી ઇસ્યુ કરવા પ્રથમવાર દરખાસ્ત

વલસાડ શહેરમાં નવા બાંધકામો માટે કમ્પલિશન સર્ટિફિકેટો ઇસ્યુ કરવાની હાલની પધ્ધતિમાં ફેરફાર લાવવાનો મુદ્દો સપાટી ઉપર આવ્યો છે.અત્યાર સુધી સીધા સીસી ઇસ્યુ કરી દેવા સામે વિવાદ ઉભો થયો છે.પાલિકાના સભ્યોએ હવે કમ્પલિશન સર્ટિફિકેટ્સ આપવા સામાન્ય સભાની મંજૂરી લેવા ગુજરાત રાજ્ય નગરપાલિકા અધિનિયમ હેઠળ દરખાસ્ત રજૂ કરી છે.હવે સત્તાધીશો આ મુદ્દે કેવુ વલણ અપનાવશે છે તે જોવું રહ્યું.

વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં નવા બાંધકામો પૂર્ણ થયા બાદ તેને ઉપયોગમાં લેતા પહેલા બિલ્ડરો અને મિલકતોના માલિકોએ પાલિકા પાસે કમ્પલિશન સર્ટિફિકેટ્સ મેળવવાના હોય છે.હાલમાં ગુજરાત સરકારના જીઆર મુજબ બાંધકામોની ઓનલાઇન મંજૂરી આપવામાં આવે છે.પરંતું નગરપાલિકાના સત્તાધીશો આ માટેના સરકારના નિયમોનું પાલન કરવામાં ન આવતા છેવટે ગેરકાયદે બાંધકામો થઇ ગયા બાદ વિવાદો ઉભા થાય છે.જેને લઇ પાલિકાની શાખને અસર પહોંચે છે.

શહેરમાં આ મુદ્દે વિવાદ ઉભો થયો છે.જેમાં પાલિકાના ભાજપના ટેકેદાર અપક્ષ સભ્યો નિતેશ વશી અને ઝાકીર પઠાણે આ મુદ્દો ગંભીરતાથી લઇ શહેરમાં હવે પછી કોઇપણ નવા બાંધકામો પૂર્ણ થયા બાદ પાલિકા દ્વારા આપવામાં બિલ્ડરો અને માલિકોને આપવામાં આવતા કમ્પલિશન સર્ટિફિકેટની પ્રથામાં ફેરફાર કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે.

આ ફેરફાર માટે તેમણે હવે કોઇપણ નવા બાંધકામો પૂરાં થયા બાદ કમ્પલિશન સર્ટિફિકેટ્સ આપવા પહેલા સામાન્ય સભામાં રજૂ કરવાની પ્રથા અમલમાં મૂકવા દરખાસ્ત કરી છે. જે તે બાંધકામ કરનારા બિલ્ડરો કે માલિકોની સીસી સર્ટિફિકેટ્સ માગણીની અરજી સામાન્ય સભામાં રજૂ કરી બોર્ડની મંજૂરી મળ્યા બાદ જ સીસી સર્ટિ. ઇસ્યુ કરવા ગુજરાત રાજ્ય નગરપાલિકા અધિનિયમ હેઠળ 51/3ની દરખાસ્ત પ્રથમવાર રજૂ કરાતા મુદ્દો હાલે વિવાદિત બન્યો છે.

ભૂતકાળમાં આડેધડ બાંધકામોમાં પાર્કિંગના વિવાદો લાંબા સમયથી પાલિકામાં ચાલી રહ્યા છે
વલસાડ શહેરમાં ભૂતકાળમાં બાંધકામના નિયમો સામે અનદેખી કરવામાં આવતી હતી.વધારાના બાંધકામો અને પાર્કિંગની જગ્યામાં બાંધકામો સપાટી ઉપર આવતાં પાલિકા વિવાદના ઘેરામાં આવતી રહી છે.આવી સ્થિતિ ન સર્જાય તે માટે પાલિકાના સભ્યો નિતેશ વશી અને ઝાકીર પઠાણે ગુજરાત પાલિકા અધિનિયમ હેઠળ દરખાસ્ત રજૂ કરી સામાન્ય સભામાં સીસી સર્ટિફિકેટની અરજી મંજૂર કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે.ભૂતકાળમાં આવી અનેક બાંધકામોમાં પાર્કિંગની જગ્યામાં પણ બાંધકામો થતા વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યા છે.

પ્લાનમાં ફેરફાર થતાં રિવાઇઝ્ડ પરવાનગી લેવામાં આવતી હતી, આ તમામ મુદ્દે વિવાદ
નવા બાંધકામો માટે હવે સરકારે નવા નિયમો,જીઆર,રેરા જેવા નિયમો લાગૂ કર્યા છે,પરંતુ શહેરમાં ભૂતકાળના શાસનમાં વાણિજ્યિક કે રહેઠાણના સંકુલોના પ્લાનમાં પાછળથી ફેરફાર કરી બાંધકામો પૂર્ણ થતાં હતા.જેના કારણે રિવાઇઝ્ડ પ્લાન મૂકીને તેની પરવાનગી લેવાનો રસ્તો અપનાવવામાં આવતો હતો.આ તમામ મુદ્દે પાલિકા વિવાદમાં આવતી રહી છે.

પાલિકા ગેરકાયદે બાંધકામો પૂરા થાય ત્યાં સુધી નિદ્રામાં
વલસાડમાં ભૂતકાળમાં પાલિકા દ્વારા સીસી સર્ટિફિકેટ આપવા પહેલા બાંધકામોનું સ્થળ નિરીક્ષણ કરી પ્લાન મુજબના બાંધકામ, સુવિધા, ફાયર સેફટી,પાર્કિંગ સહિતના પાસા ચકાસવા જેવા નિયમોની અનદેખીમાં ગેરકાયદે બાંઘકામના વિવાદો છાશવારે સપાટી ઉપર આવી ચૂક્યા છે.આ સંજોગોમાં સીસી પ્રમાણપત્રો ઇસ્યુ કરવાની જૂની પ્રથામાં ફેરફાર અનિવાર્ય હોવા પર સભ્યો ભાર મૂકી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...