અઝાદી કા અમૃત મહોત્સવ:ફીટ ઇન્ડિયાના પ્રચાર અર્થે નીકળેલા રાઇડર્સ વલસાડ ખાતે આવી પહોંચતા સ્વાગત કરાયું

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ 75 બુલેટ રાઈડર્સની યાત્રા 34 રાજ્યો અને સંઘ પ્રદેશમાં ફરશે. 75 દિવસમાં 18,000 કોલોમીટરથી વધુની યાત્રા કરીને દેશમાં ફિટ ઇન્ડિયાના સંદેશ સાથે યાત્રા આગળ વધી રહી છે. યાત્રાના 70માં દિવસે યાત્રા ગુજરાતમાં આવી પહોંચી હતી. વલસાડના ગુંદલાવ ખાતે સાતનામ હોટલ ખાતે રોયલ ક્રૂઈજર ગ્રુપ વલસાડ દ્વારા યાત્રાનું સ્વાગત કર્યું હતું. બુલેટ રાઈડર્સની ટીમે વલસાડમાં લોકોને ફિટ ઇન્ડિયાનો સંદેશો આપ્યો હતો.

75 માં સ્વાતંત્ર દિન નિમિત્તે ભારતના 34 રાજ્યોમાં ફિટ ઇન્ડિયાનાં પ્રચાર અર્થે નીકળેલા 75 રાઇડર્સની ટીમ વલસાડ જિલ્લામાં આવી પહોંચ્યા હતા. વલસાડ વલસાડના ગુંદલાવ ચોકડી ખાતે બુલેટ રાઈડર્સની ટીમ આવી પહોંચી હતી. આજરોજ વલસાડ આવી પહોંચતા રોયલ ક્રૂઈજર ગ્રુપે તેમનું સન્માન કર્યું હતું.

આ ટુરનો પ્રારંભ 9મી સપ્ટેમ્બરે દેશના ગૃહમંત્રી અમિત શાહે લીલી ઝંડી આપીને રાઈડર્સની શરૂઆત જરાવી હતી. અઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ 75 જેટલા રાઈડર્સ 75 દિવસ બુલેટ રાઈડ કરીને ભારતના જુદા જુદા રાજ્યોમાંથી ફિટ ઇન્ડિયાનો પ્રચાર કરશે. આ રાઈડર્સમાં 10 મહિલા અને 65 પુરુષ રાઈડરોએ ભાગ લીધો છે. આ રાઈડર્સ 75 દિવસમાં 34 રાજ્યોમાં કુલ 18,000થી વધુ કિલોમીટરનો પ્રવાસ ખેડશે. જેમાં 34 રાજ્યો ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશોમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી રૂપે ફીટ ઇન્ડિયાનો પ્રચાર કરશે. વલસાડના ગુંદલાવ હાઇવે ઉપર આવેલી સતનામ હોટલ પાસે વલસાડના રોયલ ક્રૂઇઝર ગ્રુપ દ્વારા તેમને બુલેટ રાઈડર્સને આવકારી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં રોયલ ક્રૂઈઝર ગ્રુપના દેવાંગભાઈ વોરા, ઓસ્ટિનભાઈ પરમપીલ, હર્ષદ આહિર, હેમલ પટેલ, નિલેશ પટેલ, હાર્દિક સોલંકી, પ્રજ્ઞેશ પટેલ, ભક્તિ લીમાયે બુલેટ રાઈડર્સનો ઉત્સાહ વધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...