વિરોધ:વલસાડમાં રેલવેની દિવાલ માર્જીન છોડ્યા વીના બનાવી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારસભ્યએ એઆરએમનું ધ્યાન દોરી રેલવે મંત્રીને પણ જાણ કરી

વલસાડ શહેરમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવેની બાજૂમાં રેલવે વિભાગની જમીનમાં કમ્પાઉન્ડ વોલ બાંધી શોર્ટ કટ રસ્તાઓ બંધ કરવા અને રોડ માર્જિન છોડવામાં ન આવતાં ધારાસભ્યએ એઆરએમ સમક્ષ વિરોધ નોંધાવી બંધ કરાયેલા રસ્તા ખુલ્લા કરવા માગ કરી છે.

વલસાડમાં સ્ટેશન રોડના ટ્રાફિક સર્કલ અને રેલવેના મૈત્રી હોલથી રેલવે સુરક્ષા દળ કચેરી સુધીના સ્ટેટ હાઇવેને લાગૂ રેલવે યાર્ડની જમીનમાંથીકેટલાક શોર્ટ કટ રસ્તાઓ ચાલી આવે છે.જ્યાંથી ઘણા વર્ષોથી નોકરિયાતો સ્ટેશને જવા માટે અવરજવર કરે છે.પરંતું રેલવે તેમની પ્રિમાઇસિસમાં દબાણ રોકવા માટે બાઉન્ડરી વોલ બનાવી રહી છે અને મોટાભાગનું કામ પૂર્ણ થઇ ગયું છે.

જેને લઇ શોર્ટ કટ રસ્તા બંધ થઇ જતાં નોકરિયાતોને અને ખુદ રેલવે કર્મચારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે.આ ઉપરાંત રેલવે વિભાગે બનાવેલી દિવાલ બાંધકામમાં સ્ટેટ હાઇવે રોડનું માર્જિન છોડવામાં આવ્યું ન હોય ખુદ ધારાસભ્ય ભરત પટેલે એરિયામેનેજર સમક્ષ પ્રશ્ન રજૂ કરી ઉકેલની માગ કરી રેલવે મંત્રી દર્શના બેન જરદોષ, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને સાંસદ ડો.કે.સી.પટેલને પણ જાણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...