વલસાડ નવસારી સ્ટેશન વચ્ચે 4 હિન્દી ભાષી તરૂણીને ટયુશન જતી વેળા વાપી પંથકની સોસાયટીમાં જ રહેતાં એક 18 વર્ષીય વિધર્મી સગીર યુવકને રેલવે મુસાફરને શંકા જતાં અગમચેતીના કારણે પોલીસે પકડી લીધો હતો.
ચાર દિવસ અગાઉ વાપી ડુંગરા પંથકની એક સોસાયટીમાં રહેતી 10 થી 14 વર્ષની 4 જેટલી હિન્દીભાષી તરૂણીઓ સવારે ટ્યુશને જઇ રહી હતી ત્યારે સોસાયટીના જ એક વિધર્મી સગીર યુવકે તેમની સાથે વાતચીત કરી બાગમાં ફરવા જવા અને પિકચર જોવા માટે પ્રલોભન આપતાં તરૂણીઓ પણ ફરવાની લાલચે તૈયાર થઇ ગઇ હતી.બાદમાં સગીર યુવકે તેમને વાપી રેલવે સ્ટેશને લઇ જઇ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં બેસાડી સુરત તરફ જવા નિકળ્યા હતા.
આ ટ્રેન વલસાડ થઇ નવસારી તરફ જઇ રહી હતી તે દરમિયાન ટ્રેનમાં બેસેલી આ તરૂણીઓ અને યુવકની વાતો સાંભળી રહેલા એક મુસાફરને શંકા ગઇ હતી.જેને લઇ તેણે નવસારી પોલીસને જાણ કરી આ તરૂણીઓ અંગે વાત કરતાં પોલીસે તાત્કાલિક ટ્રેનમાં ફરજ બજાવનાર પોલીસને જાણ કરી હતી.દરમિયાન આ તરૂણીઓનો કબજો લઇ પેલા યુવકને પકડી લીધો હતો.બાદમાં તરૂણીઓને વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિને સોંપતા માતાપિતાને તેડાવી તરૂણીઓને સોંપી દેવામાં આવી હતી.
માતાપિતાઓ બાળકોને સારું નરસું શું છે તેની શીખ આપે તે જરૂરી
વાપી પંથકની 4 તરૂણીને જિલ્લા બાળ કલ્યાણ સમિતિ દ્વારા સોંપવામાં આવી છે. બાળાઓને તેમના માતા પિતાને વલસાડ બોલાવી સુપરત કરી બાળકોને જીવનમાં સારૂં નરસું શું છે તેની સમજ આપતા રહેવું જોઇએ.કોઇના પ્રલોભનમાં સંતાનો ન આવે તેની ખાસ કાળજી માતાપિતાએ સમય કાઢીને લેવી આવશ્યક છે. > સોનલબેન સોલંકી, ચેરપર્સન,CWC, વલસાડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.