પૂરના પાણીમાં રોડ ધોવાયો:વલસાડમાં ઔરંગા નદીના રેલના પાણી ઉતર્યા , કૈલાશ રોડ પર આવેલો ઓરંગા નદીનો બ્રિજ ધોવાઈ જતાં  12 તારીખ સુધી બંધ રહેશે

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેલના પાણીમાં બ્રિજને અસર થઈ હતીમ રોડ ઉપરના ડામર ઉખડી જતા બ્રિજ બંધ થયો

વલસાડ શહેર અને ખેરગામ તાલુકાના જોડતો કૈલાસ રોડ ઉપર આવેલો ઓરંગા નદીનો બ્રિજ આજે વહેલી સવારથી રેલના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેને લઈને બ્રિજ ઉપર ભારે નુકસાની થઈ છે. ઔરંગા નદીના બ્રિજ ઉપર ડામર ઉખડી ગયા છે. જેથી વહીવટી તંત્ર તકેદારીના ભાગરૂપે 12 જુલાઈ સુધી બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરવાની જાહેરાત કરી છે .વરસાદ બાદ બ્રિજ નું રીપેરીંગ કામ વહીવટી તંત્ર હાથ ધરશે.

ઓરંગા નદીમાં પૂરના કારણે બ્રિજ ધોવાઈ ગયો
વહેલી સવારથી વલસાડ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં રેલના પાણી ફરી વળ્યા હતા. જેને લઈને વલસાડ શહેર અને ખેરગામ રોડ ઉપર આવેલો ઔરંગા નદીનો બ્રિજ રેલના પાણી ફરી વળતા બંધ કરવામાં આવ્યો હતો. રેલના પાણી ઉતરી ગયા બાદ વહીવટી તંત્ર બ્રિજને ચેક કરતા બ્રિજ ઉપર ડામર ઉખડી ગયા હતા. જેથી બ્રિજ રીપેરીંગ કામ ન થાય ત્યાં સુધી 12 જુલાઈ વહેલી સવાર સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

40થી વધુ ગામોના લોકોને 20 કિમીનો ફેરો વધી જશે
આ બ્રિજ બંધ થવાથી વલસાડ અને ખેરગામ રોડ ઉપર આવેલા 40 થી વધુ ગામોને મોટી અસર થશે. વલસાડ કૈલાસ રોડ ઉપર આવેલા સ્મશાન ખાતે વલસાડ તાલુકાના લોકો મૃતકોના અંતિમ ક્રિયા માટે આવતા હોય છે. તેમને પણ 20 કિલોમીટરનો ફેરો પડશે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...