ધાર્મિક:વલસાડમાં ઇદેમિલાદના તહેવારે જુલુસ નિકળ્યું

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુ સંખ્યામાં જુલુસ નીકળતા પોલીસે સમજ અને કડકાઈ વાપરતા શાંતિથી સંપન્ન

વલસાડમાં ઇદેમિલાદના પવિત્ર તહેવાર પ્રસંગે જુલુસની શરતી પરવાનગી આપવામાં આવતા મંગળવારે જુલુસ નિકળ્યું હતું,પરંતું તેમાં વધારે સંખ્યામાં શ્રધ્ધાળુઓ ભેગા થઇ જતા પોલીસને કડકાઇ વાપરવી પડી હતી.જો કે પોલીસે સમજ આપતાં જુલુસ શાંતિપૂર્ણ સંપન્ન થયું ગયું હતું.

કોરોનાના કારણે દોઢ વર્ષથી લોકો ધાર્મિક તહેવારો ઉજવવા ઉત્સુક રહ્યા હતા.જેને લઇ રાજ્ય સરકારે શરતોને આધિન ધાર્મિક પ્રસંગો ઉજવવા છુટ આપી હતી.સરકારે નવરાત્રિ મહોત્સવ માટે પણ મર્યાદિત સંખ્યામાં શેરી ગરબાની પરવાનગી આપી હતી ત્યારબાદ ઇદેમિલાદના તહેવાર નિમિત્તે જુલુસ અંગેની ગાઇડલાઇનમાં જુલુસમાં 15 વ્યક્તિની છુટ આપવામાં આવી હતી.જેના માટે વલસાડ પોલીસે મુસ્લિમ આગેવાનો જુલુસના આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠકમાં

રાજ્ય સરકારની આ ગાઇડલાઇનના ચૂસ્ત અમલ સાથે શરતી પરવાનગી જુલુસ માટે આપી હતી.પરંતું આ ગાઇડલાઇન અને શરતી પરવાનગીની શ્રધ્ધાળુઓ સુધી જાણકારીના અભાવે મંગળવારે ઇદેમિલાદના જુલુસમાં 15 કરતા વધુ શ્રધ્ધાળુઓ નિકળ્યા હતા.જેને લઇ પોલીસે આઝાદ ચોક ઉપર જુલુસ આવતા આગેવાનોને ગાઇડલાઇનનો અમલ કરવા કડકાઇ વાપરી સમજ પણ આપતાં જુલુસ શાંતુપૂર્ણ રીતે સંપન્ન થઇ ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...