તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપારીની મુશ્કેલી:જિલ્લામાં હટવાડા શરૂ ન કરાતા નાના વેપારીની મુશ્કેલી વધી

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવારના ભરણપોષણ માટે યાતના વેઠવા મજબૂર
  • શિક્ષણ શરૂ થતાં સ્કૂલની ફી ભરવાના પણ ફાંફા

વલસાડ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ભરાતા હટવાડાથી રોજીરોટી મેળવતા નાના દુકાનદારો ભારે આર્થિક સંકળામણમાંથી પસાર થઇ રહ્યા છે.આ પરિવારોના બાળકોની સ્કૂલ ફી ભરવાના પણ ફાંફા પડતા હટવાડા શરૂ કરવા માગ ઉઠી છે.કોવિડને ધ્યાને લઇ બજારો ચાલુ કરી દેવાયા છે તો હટવાડા માટે પણ સરકાર નિર્ણય કરે તેવી દાદ માગવામાં આવી છે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હટવાડા વર્ષોથી યોજાતા આવ્યા છે. જેમાં ગ્રામીણ પ્રજાને ગામડાઓમાં જ જીવન જરૂરિયાતોની ચીજ વસ્તુઓ મળી રહે છે.આ હટવાડાઓમાં નાના દુકાનદારો પોતાની રોજીરોટી માટે ધંધો કરીને કુટુંબનું ગુજરાન ચલાવે છે. પરંતુ કોવિડકાળથી આ હટવાડા બંધ થવાથી સેંકડો નાના દુકાનદારોની રોજીરોટી છિનવાઇ ગઇ છે. પરિવારજનોના ભરણપોષણ માટે ભારે યાતના વેઠવા મજબૂર થયા છે. હાલમાં સરકારે બજારોમાં દુકાનોને છૂટ આપી અને અન્ય ધંધારોજગાર ચાલૂ થયા છે ત્યારે ગામડાઓમાં હટાવાડા ચાલૂ કરવા પણ માગ ઉઠી છે.

રોજી બંધ થવાથી બાળકોની સ્કૂલની ફી ન ભરાતાં ઓનલાઇન શિક્ષણ પણ બંધ કરી દેવાયાની ફરિયાદો ઉઠી છે.ફી નહિ ચૂકવાતા અનેક નાના હટવાડા કરતા દૂકાનદારોના દીકરા દિકરીના ભણતરનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે. સ્કૂલ સંચાલકો ફીનુ દબાણ કરી રહ્યા છે ત્યારે સરકારે યોગ્ય નિર્ણય લઇ આ પ્રશ્નનો નિકાલ થાય તેવી માગ ઉઠી છે.

મારી બે દીકરીની ફી ભરી શક્યો નથી, હાલ બન્ને દીકરી ઘરે બેસેલી છે
દોઢ વર્ષથી હટવાડા બંધ હોવાથી અમારો ધંધો રોજીરોટી બંધ થઇ ગઇ છે.મારી બે દીકરી ધો.10 અને 7 માં અભ્યાસ કરે છે.તેમની સ્કૂલ ફી માટે દબાણ કરાય છે પણ ફી ભરવાના નાણાં નથી.દીકરીઓનું ઓનલાઇન શિક્ષણ સ્કૂલે બંધ કરી દીધું છે.ફી ભરો તો નંબર ચાલૂુ કરાશે તેવું છે.આ સમસ્યા દૂર કરવા સરકાર અન્ય ધંધાવ્યવસાય ચાલૂ કર્યા તો હટવાડા પણ ચાલૂ કરે તેવી અમારી માગ છે.> હિતેશ શાહ,મોગરાવાડી,કોટેશ્વરનગર,વલસાડ

અન્ય સમાચારો પણ છે...