તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

'ઓક્સિજન' પર વાપી:વાપી તાલુકાની ખાનગી હોસ્પિટલમાં પૂરતો ઓક્સિજનનો જથ્થો ના મળતા નવા દર્દીઓ લેવાનું બંધ કર્યું

વલસાડ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પૂરતી માત્રામાં ઓક્સિજન ના મળતું હોવાની હોસ્પિટલ સંચાલકોની ફરિયાદ

વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં આવેલી ખાનગી હોસ્પિટલોની ડિમાન્ડ કરતા ઓછો ઓક્સિજનનો જથ્થો આપવામાં આવતા વાપીની હોસ્પિટલમાં નવા દર્દીઓને ઓક્સિજનની અછતને લઈને નવા સંક્રમિત દર્દીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને ના પાડવામાં આવી રહી છે. કોવિડ દર્દીઓની સારવાર માટે ઓક્સિજન સૌથી જરૂરી સારવાર હોવાથી કોવિડની બીજા ચરણની લહેરમાં ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની ડિમાન્ડ ઉપર કાપ મુકવામાં આવ્યો હોવાનું હોસ્પિટલ સંચાલકો કહી રહ્યા છે.

વલસાડ જિલ્લાના વાપીમાં એશિયાની મોટી GIDC આવેલી હોવાથી સંક્રમણ વધી રહ્યું છે. વાપી GIDCની કંપનીઓમાં કોવિડની ગાઈડ લાઈનનું પાલન કરતા હોવા છત્તા સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. જેને લઈને વાપીમાં આવેલી ખાનગી હોસ્પિટલોમાં દાખલ થનારા દર્દીઓની પણ ઓક્સિજનની ડિમાન્ડ વધારે હોવાથી ખાનગી હોસ્પિટલો જિલ્લાના વહીવટી તંત્ર પાસેથી વધારાના ઓક્સિજનની ડિમાન્ડ કરી રહ્યું છે.

વલસાડમાં આવેલા ઓક્સિજનના પ્લાન્ટ સંચાલકોને રો મટીરીયલ ઓછું મળતું હોવાથી પ્લાન્ટ સંચાલકો વાપીની ખાનગી હોસ્પિટલોની ઓક્સિજનની ડિમાન્ડને પહોંચીવળતા નથી. પ્લાન્ટ સંચાલકોની ડિમાન્ડ કરતા રો મટીરીયલની ડિમાન્ડ સામે ઉત્પાદન ઓછું થતું હોવાથી ખાનગી હૉપ્યુટલોની ડિમાન્ડ ઉપર કાપ મુકવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો વાપીની ખાનગી હોસ્પિટલના સંચાલકો કરી રહ્યા છે.

જિલ્લાનો ઓક્સિજન વાંસદા મોકલાયો હોવાની પણ ચર્ચા
વલસાડ જિલ્લાને ફાળવામાં આવેલો ઓક્સિજનો જથ્થો વાંસદા મોકલવામાં આવ્યો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. મહત્વની વાત છે કે થોડા દિવસોથી ઓક્સિજનની અછત છે, પરંતુ મંત્રી,સાંસદ,સ્થાનિક ધારાસભ્યો અને વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ આ પ્રશ્નને હલ કરવામાં નિષ્ફળ સાબિત થઇ રહ્યાં છે. આરોગ્ય મંત્રી કુમાર કાનાણીની મુલાકાત બાદ ઓક્સિજનનો જથ્થો વધારે ઓછો અપાઇ રહ્યો હોવાની માહિતી મળી રહી છે. જેને લઇ વલસાડ-વાપીના લોકોમાં નારાજગી વ્યાપી છે.

હોસ્પિટલો પણ નવા દર્દી ન લેવાની જાહેરાત કરશે
15 દિવસથી ઓક્સિજનનો જથ્થો ઓછો આવી રહ્યો હતો. ત્રણ દિવસ પહેલા ભરૂચ નજીક ઓક્સિજનના વાહનો અટકાવામાં આવ્યા હતાં. જેના કારણે આ સ્થિતિ ઉદભવી છે. જનસેવામાં 80થી 85 કોરોનાના દર્દીને સારવાર આપતાં હતાં. હવે ઓક્સિજન ખુટતાં 50 દર્દીને સારવાર આપવાની ફરજ પડી રહી છે. ઓક્સિજનના અભાવે અન્ય ખાનગી હોસ્પિટલો પણ દર્દી ન લેવાની જાહેરાત કરશે. > નિમેષ વશી, ટ્રસ્ટી, જનસેવા હોસ્પિટલ

પહેલા 15 ટન, હવે 7 ટન ઓક્સિજન આપીએ છીએ
ઓક્સિજનનો જથ્થો પહેલા કરતાં ઓછો કરી દીધો છે. ઉપરથી ઓક્સિજન જથ્થો અમને મળતો નથી. જેટલો આવશે એટલો અમે હોસ્પિટલને આપીશુ. પહેલા 15,12 ટન આવત હતો હવે 7 ,8 ટન આવે છે. ઉપરથી ન આવતાં આ સ્થિતિ સર્જાઇ છે. > અભય શાહ, ઓક્સિજન એકમના સંચાલક, વાપી

રોજ વધઘટ થાય છે
જિલ્લામાં હાલમાં સરેરાશ 10 ટન ઓક્સિજનનો જથ્થો દરરોજ આવી રહ્યો છે. જે ઘટાડ્યો નથી,પરંતુ ડિમાન્ડ સામે ઓછો પડી રહ્યો છે, સર્વિસ એરિયા મુજબ જથ્થો મળે છે તેમાં વધઘટ થાય છે, વલસાડ જિલ્લામાં વાંસદા ડાંગ આવતો હોવાથી વલસાડ જિલ્લામાંથી અગાઉથી જ 1 ટન ઓક્સિજન તેને મળે છે.વધુ જથ્થા માટે અમો ડિમાન્ડ મોકલી રહ્યા છે. > આર.આર.રાવલ, કલેકટર​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો