ફરિયાદ:રાબડામાં બોગસ મતદાન કરાતા પ્રિસાઇડિંગ ઓફિસરે ફરિયાદ નોંધાવી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરણ રાઠોડના નામે અરૂણ રાઠોડ મતદાન કરી ગયો

વલસાડમાં ગ્રામપંચાયતોની ચૂંટણીમાં રાબડા ગામે એક વ્યક્તિએ બીજા મતદારના નામે બોગસ મતદાન કરવાના મામલે પ્રિસાઇડિંગ ઓફિસરે રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વલસાડ તાલુકાના રાબડા ગામે નિશાળ ફળિયા પ્રા.શાળાના વોર્ડ નં.10ના બુથમાં 19 ડિસેમ્બરે મતદાન કામગીરી માટે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે રાજેશ ખાલપભાઇ પટેલ,પ્રથમ મતદાન અધિકારી કુણાલ દિનેશભાઇ શર્મા,ઓપી હિરલ એમ.પટેલ,એલપી મધુબેન પટેલ,પટાવાળા અર્જુન પટેલ ફરજ બજાવી રહ્યા હતા.દરમિયાન 5.30 વાગ્યે કરણ ધીરૂભાઇ રાઠોડ,રહે.તળાવ ફળિયાના કાપલી લઇ આવી મતદાન કરવા આવતાં મતદારયાદીમાં તે નામની ખાત્રી કરતાં તેઓનું મતદાન થઇ ગયું હોવાનું માલુમ પડ્યું હતું.જેથી મતદાર એજન્ટ સચીન પટેલે વાંધો લઇ આ વ્યક્તિનું મતદાન અટકાવી દીધું હતું.

ત્યારબાદ તપાસ કરતા મતદાર કરણ રાઠોડના નામે રાબડામાં નિશાળફળિયામાં રહેતા અરૂણ ધીરૂભાઇ રાઠોડે કરણ ધીરૂભાઇ રાઠોડના નામે બોગસ મતદાન કરી દીધું હોવાની ફરિયાદ મતદાર એજન્ટ સચીન પટેલે કરી હતી.જે અંગે પ્રિસાઇડિંગ ઓફિસરે તકરારી મત હેઠળ વાંધા પહોંચ ભરી હતી.આ મામલે પ્રિ.આફિસર રાજેશ ખાલપભાઇ પટેલેેેે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મોડી સાંજે રૂરલ પોલીસ મથકમાં બોગસ મતદાન કરનાર અરૂણ ધીરૂભાઇ રાઠોડ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે ચૂંટણી અધિનિયમના કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...