ક્રાઇમ:કાર લૂંટીને યુપીમાં વેચી તેના રૂપિયાથી સાળાના લગ્ન કરાવવાનો પ્લાન હતો

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન કાર બુકિંગ કરાવતા આરોપીની કડી મળી અને ઝડપાયા
  • વલસાડના હાઇવે પર કાર રોકાવી ચાલકને માથામાં બોટલ મારી લૂંટ કરતી ટોળકી કામરેજથી ઝડપાયા

મુંબઈની કારના ડ્રાયવર પર બોટલ વડે હુમલો કરીને કારની લૂંટ કેસમાં વલસાડ રૂરલ પોલીસે કારની લૂંટ ચલાવનાર 3 પિતરાઈ ભાઈઓ અને બનેવીને સુરત કામરેજથી ઝડપી પાડયા હતા. સાળાના બીજા લગ્ન કરાવવા રૂપિયાની જરૂર હોવાથી આરોપીઓએ લૂંટ કરી હોવાની કબુલ્યું હતું. મુંબઈના બાંદ્રાથી સુરત રેલવે સ્ટેશન આવવા માટે 11 સપ્ટેમ્બરની રાત્રે ઇમરાન અન્સારીએ જસ્ટ ડાયલ ડોટ કોમથી કાર ભાડે મંગાવી હતી. કાર ન. MH-02-EZ-7083માં ઇમરાન અને તેના ત્રણ સાળાઓ સુરત આવવા રવાના થયા હતા. 12 સપ્ટેમ્બરની વહેલી સવારે પારનેરા હાઇવે પર વોશરૂમ જવાના બહાને કાર ચાલક સતીષ ગૌતમને કારને અટકાવવા જણાવ્યું હતું. કારને પારનેરા હાઇવે સર્વિસ રોડ પર અટકાવી હતી.

કાર ચાલક સતીષ કારમાંથી ઉતરતા તેનો મોબાઈલ છીનવીને તેના પર દારૂની બોટલ માથામાં મારી હતી. સતિષને રોડ પર ફેંકી કારની લૂંટ ચલાવી ઇમરાન અન્સારી અને તેના 3 સાળાઓ ભાગી છૂટ્યા હતા. ઘટનાની જાણ વલસાડ પોલીસને થતા નાકાબંધી ગોઠવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. નવસારીના બોરીયાચ ટોલનાકા પાસે પોલીસની નાકાબંધિથી ગભરાઈને આરોપીઓ કાર મૂકી ફરાર થઈ ગયા હતા. પોલીસે બિનવારસી કારનો કબ્જો મેળવ્યો હતો. વલસાડ SP રાજદીપસિંહ ઝાલા, Dysp મનોજસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ રૂરલ PSI GV ગોહિલ અને તેમની ટીમે જસ્ટ ડાયલ ડોટ કોમની મદદ મેળવી ટેક્નિકલ એનલિસિસની ટીમની મદદ વડે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધાર્યા હતા.

PSI NT પુરાણીની ટીમ સાથે સુરત અને બાંદ્રા તપાસ હાથ ધરી હતી. લોકેશનના આધારે આરોપીઓને સુરતના કામરેજ વિસ્તારમાંથી આરોપી નાહીદ ઉર્ફે ઇમરાન અન્સારી, રહે. બાંદ્રા, ફરહાન અબ્દુલકદીર અન્સારી, રહે. બાંદ્રા, ફૈઝાન નસિફ અન્સારી, રહે બાંદ્રા અને દાનીશ અજીજો રહેમાન ધોબીને ઝડપી પાડયા હતાં.

ચાલકની હત્યા કરવા સુધીની તૈયારી હતી
પારનેરા હાઇવે પર સતિષને દારૂની ખાલી બોટલ વડે અને ઢીક્કામુકકીનો માર મારી રહ્યા હતા. તે દરમિયાન એક બાઈક ચાલક થોડે દુર ઉભો રહીને કોઈને ફોન કરતો હોવાનું ધ્યાને આવતા પકડાઈ જવાની બીકે સતિષને ધક્કો મારી કાર લઈને ભાગી ગયા હતા. >ફરહાન અન્સારી,આરોપી

રૂપિયાની જરૂર હોવાથી લૂંટનો પ્લાન કર્યો
ઇમરાન અન્સારી મુંબઈમાં રીક્ષા ચલાવે છે. તેનો સાળો અને પિતરાઈ ભાઈઓ રીક્ષા શીખવા મુંબઇ આવ્યા હતા. સાળા ફરહનના છૂટાછેડા થાય હતા જેથી બીજા લગ્ન કરાવવા રૂપિયાની જરૂર હતી. બાંદ્રાથી સુરત આવતા રસ્તામાં કારની લૂંટ ચલાવી યુપીમાં કારને વેંચી રૂપિયા આવે તેમાં ફરહનના લગ્ન કરાવવા અને બચે તે રૂપિયા વહેંચી લેવા નિર્ણય કરીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.>મનોજસિંહ ચાવડા,Dysp, વલસાડ

ઓનલાઇન બુકિંગ કરતા ભેરવાયા હતા
જસ્ટ ડાયલ ડોટ કોમની મદદ મેળવીને કાર બુક કરાવનાર ઇસમનો મોબાઈલ નંબર મેળવી આગળની તાપસ કરી. આરોપીઓ વારંવાર ફોન બંધ કરતા હોવાથી લોકેશન મળતું ન હતું. ટેક્નિકલ એનાલિસિસ કરીને આરોપીઓને કામરેજથી ઝડપી પાડ્યા હતા.>GV ગોહિલ,PSI

અન્ય સમાચારો પણ છે...