ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત વલસાડ જિલ્લામાં તા.1 ડિસેમ્બરના રોજ 5 વિધાનસભા બેઠક પર મતદાન થનાર હોવાથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજે તા. 15 નવેમ્બરે મંગળવારે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં કુલ 38 ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા હતા. જ્યારે 21 ફોર્મ રદ્દ કરવામાં આવ્યા હતા. આજે ઉમેદવારી પત્ર ખેંચવાના દિવસે એકપણ ઉમેદવાર ઉમેદવારી પત્ર ખેંચવા આવ્યો ન હતો. જે બાદ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર કુલ 35 ઉમેદવારો વચ્ચે ચૂંટણીના મેદાનમાં છે.
રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાજ્યમાં તમામ રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવા મતદારોની આગળ પાછળ દોટ લગાવી રહ્યા છે. વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠાકો કુલ 59 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ફોમ ચકાસણીના દિવસે 21 ઉમેવારોના ઉમેદવારી ફોમ રદ્દ થતા કુલ 38 ઉમેદવારોના ઉમેદવારી ફોમ મંજુર થયા છે. બુધવારે ઉમેદવારી પત્ર ખેંચવાના દિવસે વલસાડ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ઉર્વશી રાજેશ પટેલ અને ધરમપુર વિધાનસભા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી નોંધાવનાર રાજેશભાઇ ખંડુંભાઈ પટેલે સ્વૈચ્છીક ઉમેદવારી ફોમ પરત ખેચ્યું હતું. જેને લઈને વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર કુલ 35 ઉમેદવારો ચૂંટણીની જગમાં છે. ઉમેદવારી પત્ર ખેંચવાના અંતિમ દિવસે એકપણ ઉમેદવારે ઉમેદવારી પત્ર ખેંચ્યું ન હતું. ગુરુવારે બપોરે 3 કલાકે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થતા વલસાડ 7, ધરમપુર 9, પારડી 6, કપરાડા 7 અને ઉમરગામ વિધાનસભા બેઠક ઉપર 6 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતરશે. આગામી 1લી ડિસેમ્બરના રોજ વલસાડ જિલ્લાના 1392 મતદાન મથક ઉપર વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ નિષ્પક્ષ અને નિર્ભય વાર્તાવરણમાં ચૂંટણી યોજવામાં આવશે. વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીએ લોકશાહીના મહા પર્વમાં મતદારોને જોડાવવા અપીલ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.