તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માનસી મોદી નામે ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી વલસાડની યુવતીના ફોટોને એડિટિંગ કરી મોફ (બિભત્સ) કરવાની ધમકી આપી બદનામ કરવાની ધમકી આપનાર ગાંધીનગરના એક 29 વર્ષીય યુવાનને રૂરલ પોલિસે ઝડપી લીધો હતો.આ યુવાને વલસાડની યુવતી પાસે તેણીના ઓપન ફોટો મંગાવવા અને ન મોકલે તો ફેસબુક પર એડિટિંગ કરેલા મોફ ફોટો અપલોડ કરી બદનામ કરવાની ધમકી આપતા રૂરલ પોલિસ મથકમાં ફરિયાદ કરી હતી. વલસાડની એક યુવતીને તેણીના ફેસબુક એકાઉન્ટ ઉપર માનસી મોદી નામની કોઇ વ્યક્તિએ જાન્યુઆરી 2021માં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી.માનસી નામે આવેલી રિક્વેસ્ટ કોઇ છોકરીની હોવાનુુ માની યુવતીએ એક્સેપ્ટ કરી હતી.
ત્યારબાદ 13 જાન્યુઆરી 2021ના રોજ સાંજે 4.45 વાગ્યે માનસી મોદી નામના ફેસબુક એકાઉન્ટ વાપરતી વ્યક્તિએ ફરિયાદી યુવતીના ફેસબુક એકાઉન્ટમાં મૂકેલા ફોટાને એડિટિંગ મોફ (બિભત્સ) કરી યુવતીના પર્સનલ ફેસબુક એકાઉન્ટમાં મેસેન્જર દ્વારા અપલોડ કરી દીધાં હતા.ત્યારબાદ અરજદાર યુવતી પાસે તેણીના ફેસ સાથેના ઓપન ફોટાની માગણી કરી હતી.જો આવા ફોટા ન આપે તો ફરિયાદી યુવતીના એડિટિંગ મોફ (બિભત્સ) ફોટાઓ ફેસબુકમાં અપલોડ કરી બદનામ કરી નાંખવાની ધમકી આપી હતી.જેને લઇ યુવતી ગભરાઇ ગઇ હતી.
આ મામલે તેણીએ વલસાડ રૂરલ પોલિસને ફરિયાદ અરજી કરી હતી.આ ઘટના સાયબર ક્રાઇમની હોવાના પગલે વલસાડ રૂરલ પોલિસે માનસી મોદી નામના ફેસબુક એકાઉન્ટ ધારકની ગુપ્ત રાહે સઘન તપાસ કરતા આરોપીનો ભાંડો ફુટી ગયો હતો.આ ખોટુ ફેસબુક એકાઉન્ટ બનાવનાર આરોપી કિર્તીકુમાર મહેશભાઇ વાઘેલા,ઉ.વ.29,ધંધો કલરકામ,રહે. 1/85,ગાંધીનગર નવા વણકરવાસ પેથાપુર,તા.જિ.ગાંધીનગરનો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.વલસાડ રૂરલ પોલિસની ટીમે સ્થળ પર પહોંચી ઝડપી લીધો હતો.
માનસી મોદી નામે ફેસબુક એકાઉન્ટથી ફોટો મોકલ્યા હોય તો જાણ કરો
વલસાડ એસપી ડો.રાજદિપ સિંહ ઝાલાએ આ અંગે લોકોને સાવચેતી માટે જણાવ્યું કે,માનસી મોદી નામે ફેસબુક એકાઉન્ટથી જો ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હોય તો સ્વીકારવી નહિ.ઉપરાંત કોઇને ફોટા મોકલ્યા હોય તો સ્થાનિક પોલિસને જાણ કરવા પણ એસપીએ જણાવ્યું હતું.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.