રજૂઆત:વલસાડના ટુકવાડા ગામનું એક ફળિયું બાજુના ગામમાં દર્શાવતા ફળિયાના લોકોએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

વલસાડ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટુકવાડાનું સાગરમાળ ફળિયું ધાડવી જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાનું ટુકવાડા ગામમાં આવેલું સાગરમાળ ફળિયું બાજુના ગામની મતદાર યાદીમાં ધાડવી જૂથ ગ્રામપંચાયતમાં દર્શાવવામાં આવ્યું હોવાથી સ્થાનિક લોકોએ વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ગ્રામ પંચાયતના આગેવાનોએ સાગરમાળ ફળિયું ટુકવાડા ગામમાં સમાવેશ કરવાની માંગ કરી છે. અને જો તેમ કરવામાં નહીં આવે તો આગેવાનોએ મતદાન નો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આવેલા ટુકવાડા ગ્રામપંચાયતમાં આવેલ સાગરમાળ ફળિયું ટુકવાડા ગ્રામપંચાયતના મતદાન મથકે આવ્યું હતું. આગામી ગ્રામપંચાયત ચૂંટણી પહેલા ટુકવાડા ગ્રામપંચાયતનું સાગરમાળ ફળિયું ધાડવી જૂથ ગ્રામપંચાયતની મતદાર યાદીમાં દર્શાવવામાં આવ્યું હતું. જેથી ટુકવાડા ગ્રામપંચાયત વિસ્તારની મતદાર યાદીમાં સમાવિષ્ટ કરવાની માંગ સાથે ગામના આગેવાનોએ વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી. ગ્રામપંચાયતની ચૂંટણી પહેલા સાગરમાળ ગામને ટુકવાડા ગામની મતદાર યાદીમાં લાવવામાં નહીં આવે તો આગામી ગ્રામપંચાયતની ચૂંટણીનો સાગરમાળ ફળિયું બહિષ્કાર કરશે તેમ જણાવ્યું હતું.

ગત વિધાનસભા સહિતની તમામ ચૂંટણીઓમાં સાગરમાળ ફળિયું ટુકવાડાના વોર્ડમાં હતું. ગ્રામપંચાયતની ચૂંટણી પૂર્વે ક્યાં કારણોથી બાજુના ગામમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાની તપાસ ચૂંટણી અધિકારીએ કરવી જોઈએ તેમ આગેવાનોએ જણાવ્યું હતું. વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રાજ્ય ચૂંટણી પંચને રજૂઆત કરી હતી. જો આ ફળિયું ટુકવાડા ગ્રામપંચાયતની મતદાર યાદીમાં નહીં આવે તો આગામી ગ્રામપંચાયતની ચૂંટણીમાં સાગરમાળ ફળીયા લોકો મતદાનનો વિરોધ નોંધાવશે તેમ ગામના આગેવાનોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...