પારસીઓનું નવું વર્ષ:વલસાડ જિલ્લાના ઉદવાડા ખાતે પારસી સમાજે અગિયારી ખાતે પૂજા કરી નવરોઝની ઉજવણી કરી

વલસાડએક વર્ષ પહેલા
  • ઈરાનથી આવેલા પારસીઓ વલસાડ જિલ્લાના સંજાણ બંદર પર ઉતર્યા હતા

વલસાડ જિલ્લાના સંજાણ બંદર ખાતે ઈરાનથી આવી ભારતમાં દૂધમાં સાકળ ભળે તેમ ભળી પારસી સમાજે ભારત દેશમાં વસીને અમૂલ્ય યોગદાન આપ્યું છે, ઉદવાડા ખાતે પારસીઓએ વસવાટ કર્યો હતો. દેશના અને કર્મભૂમિ સાથે વતનની જેમ યોગદાન આપી ઋણ અદા કર્યું છે, પારસીના નૂતન વર્ષ નિમિત્તે ઉદવાડા ખાતે ઈરાનશાહની અગિયારી ખાતે પરસીઓએ અગિયારીમાં પૂજા અર્ચના કરીને નવરોઝની શુભેચ્છા પાઠવી હતી.

વલસાડ જિલ્લાના સંજાણ બંદર આવીને દૂધમાં સાકર ભળે તે રીતે દેશમાં પારસીઓ ભળી ગયા હતા. વલસાડ જિલ્લાના ઉદવાડા ખાતે સ્થાયી થયા હતા. સ્વભાવે માયાળુ પારસી સમાજનું આજે નવા વર્ષ નિમિતે ઉદવાડા ખાતે આવેલા અગિયારીમાં અગ્નિદેવની પૂજા કરી એકબીજાને પરસીઓએ નવા વર્ષનીં શુભકામનાઓ પાઠવી હતી. કોરોના એ તમામ ધાર્મિક સામાજિક પ્રવૃત્તિ ઉપર રોક લગાવી છે ત્યારે દરેક ધર્મના તહેવારો લોકો સાદગીપૂર્ણ રીતે ઉજવવા મજબૂર બન્યા છે. ત્યારે પારસી સમાજના નવરોઝ દિવસ નિમિત્તે પણ પારસી સમાજે ખૂબ સાદગીપૂર્ણ રીતે અને સોશિયલ ડિસ્ટન્સ સાથે અગિયારીમાં પૂજા કરી હતી.

પારસી સમાજ મોટી સંખ્યામાં વલસાડ જિલ્લામાં વસ્યો છે. પતેતી બાદ આવતા નવરોઝ ને ઉજવવા માટે અગિયારીમાં આવી પૂજા કરતા હોય છે સાથે જ પવિત્ર આત્માઓને બોલાવી પૂજા નું અનેરું મહત્ત્વ આજે હોય છે. ઉદવાડા અગિયારી ખાતે દસ્તુરજીએ તમામને નવરોઝ મુબારક કરી પારસી નવા વર્ષની ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...