તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:વલસાડ RTOમાં ટેસ્ટ માટે આવેલા પૂત્રના માતાપિતાને 3એ માર માર્યો

વલસાડ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રેલિંગ પાસેથી બહાર ચાલી જવા કહેતાં બોલાચાલી

લસાડ ઝરણા પાર્ક અબ્રામા ખાતે રહેતા પોલાભાઇ ભીખાભાઇ રાઠોડે સિટી પોલિસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ અને તેમના પત્ની મંજુબેન સાથે પૂત્ર યશનું ફોર વ્હિલરનું પાકુ લાયસન્સ કઢાવવા માટે આરટીઓમાં બુધવારે ટેસ્ટ અપાવવા સાથે ગયા હતા.

દરમિયાન નજીકના બાકડા ઉપર એજન્ટો બેસેલા હતા તેમાંથી પ્રવિણ ખુશાલભાઇ પટેલે ગેટની બહાર નિકળી જવા કહેતા મંજુબેને તમે કોણ છો તેમ કહેતા તમોને સંભળાતુ નથી તમે બહાર જાઓ તેમ કહી પ્રવિણે પોલાભાઇનો કોલર પકડી ગાળો આપી ગેટની બહાર લઇ બીજા બે જણાએ પણ આવી પેટના ભાગે માર માર્યો હતો.પત્ની મંજુબેનને પણ ધક્કો મારી નીચે પાડી નાંખી હતા.આ મામલે પ્રવિણ પટેલ સહિત 3 વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો