તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીપડાનો આતંક:પારડીના તીઘરાના પશુપાલકોમાં આતંક મચાવનાર દીપડો પાંજરે પુરાયો

વલસાડ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખુંખાર દીપડો ઝડપાતા લોકોએ હાશકારો અનુભવ્યો

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના.તીધરા ખાતે છેલ્લા કેટલા સમયથી એક દીપડો પશુપાલકોને પાલતું જનવરોનું મારણ કરતો હતો. સ્થાનિક લોકોએ સ્થાનિક વનીકરણ અધિકારી અને વન વિભાગના અધિકારીઓને જાણ કરી હતી. સામાજિક વનીકરણ અધિકારીની ટીમે તાત્કાલિક ઘટના સાથળે પહોંચી સર્વે હાથ ધર્યું હતું. સર્વે બાદ સામાજિક વનીકરણની ટીમે વન વિભાગના કર્મચારીઓની મદદ વડે દીપડાને પકડવા તીધરા વિસ્તારમાં પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું.

જે પાંજરામાં ગુરૂવારે દીપડો આબાદ પાંજરે પુરાયો હતો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ દીપડાએ બે દિવસ અગાઉ એક વાછરડીનું મારણ કરતા ગામમાં હતો ભયનો માહોલ છવાઈ ગયો હતો. વન વિભાગ દ્વારા પાંજરૂ લગાવી CCTVની મદદ વડે પાંજરા ઉપર બાજ નજર રખાઈ રહી હતી.જેમાં દીપડાની હાજરી જોવા મળી હતી. ખૂંખાર દીપડો પાંજરે પુરાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો