રાજ્યના ક્વોરી એસોસિએશનના આગેવાનો અને મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય ક્વોરી એસોસિએશનના પ્રમુખ અને અગ્રણીઓ સાથે ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં જેમાં ક્વોરી એસોસીએશનની ઘણી માંગણીઓ સંતોષવાની ખાતરી આપતા સરકાર અને ક્વોરી એસોસિએશનના અગ્રણીઓએ હડતાળ સમેટવાની જાહેરાત કરી હતી.
ક્વોરી એસોસિએશનની હડતાળ સમેટાઈ જતા વલસાડ જિલ્લામાં અટવાયેલા 800 કરોડથી વધુના કામોને વેગ મળશે. મેટલ અબે કપચીની અછતને લઈને વલસાડ જિલ્લાના R&Bના 8 કામો, રોડના 3 કામો અને મકાનના 3 કામોને અસર પહોંચી હતી. આગામી દિવસોમાં મોન્સૂન આવવાનું હોવાથી કોન્ટ્રાક્ટરો અને સ્થાનિક લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા. ક્વોરી સંચાલકોને 17 દિવસની હડતાળ બાદ મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે. કાલથી રાજ્યની તમામ ક્વોરી રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે તેમ ક્વોરી એસોસિએશનના પ્રમુખે જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.