વલસાડ:ભારે પવન સાથે વરસાદ પડતાં GVD સ્કૂલ સામે આવેલું વર્ષો જૂના વડનું ઝાડ ધરાશાયી થયું

વલસાડ2 વર્ષ પહેલા
વર્ષો જૂના વડનું ઝાડ વરસાદમાં ધરાશાયી થતાં પાલિકાએ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
  • વલસાડમાં બે ઈંચ વરસાદ પડતાં વડનું ઝાડ ધરાશાયી
  • પાલિકા દ્વારા ઝાડને હટાવવાની કામગીરી હાથ ધરાઈ

વાછળછાયા વાતાવરણ વચ્ચે છેલ્લા 24 કલાકથી ભારે પવન સાથે ઝાંપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે. વલસાડમાં અંદાજે બે ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જેથી વર્ષો જૂના ઝાડ પવન અને વરસાદના કારણે ધરાશાયી થવાના બનાવો બની રહ્યાં છે. GVD સ્કૂલ સામે આવેલું વડનું ઝાડ ધરાશાયી થતાં તેને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

શાળા બંધ હોવાથી જાનહાનિ ટળી
GVD સ્કૂલની સામે આવેલું મુખ્ય કુમાર શાળાના કમ્પાઉન્ડમાં આવેલું 100 વર્ષ જૂનું વડનું ઝાડ ધરાશાઈ થયું છે.શાળા બંધ હોવાથી કોઈ જાનહાની સર્જાઈ નથી. ઘટનાની જાણ નગર પાલિકા અને વીજ કંપનીના અધિકારીઓને થતા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ઝાડ દૂર કરવાની તજવીજ હાથ ધરી છે. તથા વીજપોલ અને વાયરનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...