તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંદુરસ્તી જાળવવા લોકો સતર્ક થતાં ફાયદો:મેલેરિયા, ડેન્ગ્યુ-ચિકનગુનિયાના દર્દીઓની સંખ્યા તળિયે પહોંચી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 વર્ષમાં ઋતુ રોગના દર્દીની સંખ્યામાં ઘટાડો થઇ 2020-21માં શૂન્ય

કોરોનાના દોઢ વર્ષમાં લોકોમાં કોરોનાનો એટલો ખોફ હતો કે તેના માટે લોકોએ આયુર્વેદિક ઉકાળાથી લઇ બાફ,ગરમ પાણી પીવા અને કોરોના વાયરસથી બચવા વારંવાર હાથ,મોઢું ધોવાનું સતત ધ્યાન રાખવાનું પરિણામ સારું આવ્યું છે.જેમાં મેલેરિયા,ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છર અને પાણીજન્ય અને તાવના દર્દીઓની સંખ્યા પણ તળિયે પહોંચી છે.

કોરોનાકાળ દરમિયાન વલસાડ જિલ્લામાં 2020-21માં મેલેરિયા,ડન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો લગભગ નામષેશ જેવા થઇ ગયા છે.મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગના દર્દીઓને સખત તાવ અને ઘણીવાર દર્દી માટે પ્રાણઘાતક બની રહે છે.ચિકનગુનિયામાં હાથપગ જકડાઇ જવા,તાવથી શરીર સુકાઇ જવા જેવા ચિન્હોને લઇ દર્દીને અસહ્ય યાતનાનો સામનો કરવો પડતો હતો.2017 થી 2019ના વર્ષો દરમિયાન આવા રોગોથી દવાખાનાઓ ઉભરાતા હતા.

પરંતું 2020માં કોરોના વૈશ્વિક મહામારીના અજગરી ભરડાએ લોકોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા.દેશમાં લાખોની સંખ્યામાં દર્દીઓ કોરોનાનો ભોગ બન્યા હતા.પરંતું કોરોના કાળના છેલ્લા દોઢ વર્ષમાં મેલેરિયા,ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગ લગભગ નામષેશ જેવા થઇ ગયા છે.આ રોગોનો પ્રકોપ ખાસ્સો ઘટી ગયો જ નહિ બલ્કે નિમ્નસ્તરે પહોંચી ગયો છે.

3 વર્ષમાં ચિકનગુનિયાનો કેસ નહિ
વલસાડ જિલ્લા મેલેરિયા વિભાગ દ્વારા ઋતુ અને પાણીજન્ય,મચ્છર જન્ય રોગોના સર્વે અને નિદાનની કાર્યવાહી વચ્ચે મેલેરિયા અને ચિકનગુનિયાના દર્દીઓની તપાસ અને જાગૃતિ અભિયાન વચ્ચે ચિકનગુનિયાનો 2019-20 અને 21ના છેલ્લા 3 વર્ષમાં એક પણ દર્દી નોંધાયો નથી.

માસ્ક, સેનેટરાઇઝ, સોશ્યિલ ડિસ્ટેન્સિંગથી અન્ય રોગ અટક્યા
લોકોએ કોરોનામાં કોવિડ-19ની સરકારની ગાઇડ લાઇન,માસ્ક,સેનેટરાઝિંગ,સોશ્યિલ ડિસ્ટેન્સિંગનું પાલન કર્યું હતું.જેના કારણે શરીરની સ્વચ્છતાને લઇ વાયરસથી સુરક્ષા અને વાયરલ તાવ સામે પણ રક્ષણ મ‌ળ્યું હતું.

ઇમ્યુનિટીવર્ધક દવા, આયુર્દવેદિક ઉપાયો પણ કારગર સાબિત થયા
કોરોના સમયમાં લોકોએ બેકટેરિયા,વાયરસ સામે શરીરની પ્રતિકાર શક્તિને વધારવા માટે હળદર, દૂધ, લીંબુ પાણી, ગરમ પાણી, ઉકાળાનો ભરપુર ઉપયોગ કર્યો હતો. કફ, શરદીને દૂર રાખવા.સાવચેત રહ્યા હતા.

મેલેરિયા-ડેન્ગ્યુ તાવથી બચવા આટલું કરો
ડેન્ગયુ રોગ માટે એડિસ મચ્છર અને મેલેરિયાનો એનોફિલિસ મચ્છર નિમિત્ત બને છે.મલેરિયાના મચ્છરો ગંદકી,સંગ્રહિત પાણીમાં થાય છે.આ મચ્છરો દિવસે જ કરડે છે.જેનાથી બચવા શરીરના અંગોને ઢાંકી રાખે તેવા વસ્ત્રો પહેરો,દિવસે પણ મચ્છર અગરબત્તી સળગાવો,મચ્છર દૂર રાખવાની ક્રીમ લગાવો.આ પ્રકારના મચ્છર ઘરમાં જ્યાં પણ સંચિત પાણી હોય છે ત્યાં ઉત્પન્ન થાય છે.

સિઝનલ રોગોમાં કોરોનાની સાવચેતીથી ફાયદો થયો અને તેનાથી સુરક્ષિત રહ્યા
કોરોનાકાળમાં લોકોએ સ્વાસ્થ્યનું ખુબ ધ્યાન રાખ્યું હતું.જે લોકો કોરોનાથી સુરક્ષિત રહ્યા તેઓ અને તેમના પરિવારોએ કોવિ19ની ગાઇડલાઇન,માસ્ક,સેનેટરાઇઝિંગ,સ્નાન સહિતના પગલાં ભર્યા હતા.સ્વચ્છતા જાળવી હતી.જેનો ફાયદો થયો હોવાનું જણાય છે.જેને લઇ મેલેરિયા,ચિકનગુનિયા,ડેન્ગ્યુ જેવા રોગોથી બચવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવતા પગલાં,સર્વે જેવી કાર્યવાહી કારગર રહે છે. > ડો.હક્ક,જિલ્લા મેલિરિયા અધિકારી

2017થી 2021 સુધી મેલેરિયાના દર્દી

તાલુકો21072018201920202021
વલસાડ14111090
પારડી18191200
વાપી611740
ઉમરગામ40281310
ઘરમપુર1310900
કપરાડા386300
કુલ1298554140

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...