તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા 1300ને પાર, વલસાડમાં સૌથી વધુ 489, વાપી 399 કેસ

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ધરમપુર તાલુકામાં 55 વર્ષીય આધેડ પોઝિટિવ, એક્ટિવ કેસ 19, કુલ મૃત્યુ 145 પર સ્થિર

વલસાડ જિલ્લામાં કોરોનાકાળના અત્યાર સુધીના 9 માસના ગાળામાં કોરોના દર્દીઓની સંખ્યાનો આંકડો 1306 ઉપર પહોંચી ગયો છે. સૌથી વધુ 489 કેસ વલસાડ તાલુકામાં નોંધાઇ ચૂક્યા છે.આ તાલુકામાંથી વાપી, સુરત, સંઘપ્રદેશ ઉમરગામ સુધી આવજા કરતાં નોકરિયાતો, વ્યવસાયિકો મોટાપ્રમાણમાં સંપર્કમાં આવતા કોરોના સંક્રમણ વધવાની શક્યતા ઉભી થઇ હતી.બીજી તરફ કોરોનાથી સુરક્ષિત રહેવા માટે સરકાર દ્વારા જારી કરાયેલી કોવિડની ગાઇડલાઇનનો અમલ કરવામાં બેદરકારી પણ કારણભૂત બનતા જિલ્લા વહીવટી તંત્રએ કડક કાર્યવાહી તેજ બનાવી છે.

વલસાડ જિલ્લામાં કોરોના કેસો વઘીને 1306 થઇ જવા સાથે કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યા 1142 થઇ છે.જિલ્લામાં જૂન જૂલાઇ અને ઓગષ્ટ દરમિયાન વધુ કેસો થતા હતા.પરંતું લોકડાઉનમાં વધુ છૂટ જેમ મળતી ગઇ તેમ રોજીરોટી માટે લોકોની આવનજાવન થતાં સંક્રમણ ફેલાતું ગયું હતું. જો કે ત્યારબાદ સંક્રમણ ઘટવાનું શરૂ થયું હતું.ડિસેમ્બર માસમાં સિંગલ ડિજિટમાં કોરોનાના કેસ મળી રહ્યા છે.

જો કે 3 માસ પહેલાની સ્થિતિ કરતાં હાલે જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસ ક્રમશ: વધઘટ થતી જોવા મળી રહી છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ કેસની સંખ્યા 1306 જેટલી થઇ ગઇ છે. સૌથી વધુ કેસ વલસાડ તાલુકામાં નોંધાયા છે.વલસાડ તાલુકામાં અત્યાર સુધી 489 કેસ અને વાપી તાલુકામાં 399 કેસ નોંધાઇ ચૂક્યા છે.તંત્રએ છેલ્લા 1 માસથી સંક્રમણને રોકવા રેપિડ ટેસ્ટ,માસ્ક,સોશ્યિલ ડિસ્ટેન્સિંગ જાળવવા દંડનીય કાર્યવાહી અમલમાં મૂકી છે.છતાં એકલ દોકલ કેસ લગભગ દરરોજ નોંધાઇ રહ્યા છે.

જોકે, છેલ્લા બે મહિનાથી વલસાડ જિલ્લામાં કોરોનાના કેસમાં ખાસ્સો ઘટાડો નોંધાયો છે જેને લઇને જિલ્લા આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર હાલ રાહત અનુભવી રહ્યું છે. સાથે સાથે તકેદારીના પગલા પણ લઇ રહ્યું છે. જેથી સંક્રમણ ન ફેલાય લોકોએ પણ આ બાબતે તકેદારી રાખવાની જરૂર છે.

હાલમાં કોરોના કેસોની સ્થિતિ

માત્ર ધરમપુરમાં એક્ટિવ કેસ નથી,વલસાડ વાપીમાં મૃત્યાંક સરખો

તાલુકોકેસએક્ટિવડિસ્ચાર્જમૃત્યુ
વલસાડ489843249
પારડી187416122
વાપી399334154
ઉમરગામ118210214
ધરમપુર502435
કપરાડા640631
કુલ1306191142145

વલસાડમાં સાજા થનાર દર્દીની સંખ્યા પણ સૌથી વધુ

વલસાડ જિલ્લામાં 1306 દર્દી સામે કોવિડ હોસ્પિટલમાંથી સારવાર લઇને સાજા થનારા દર્દીઓની સંખ્યા વલસાડ તાલુકામાં સૌથી વધુ માલુમ પડી છે.વલસાડ તાલુકામા કોરોનાથી મુક્ત થનાર દર્દીઓની સંખ્યા 432 રહી છે જ્યારે બીજા ક્રમે વાપીના 341 દર્દી સાજા થયા છે.જ્યારે ત્રીજા ક્રમે પારડીના 161 અને સાજા થયેલા 102 દર્દી સાથે ઉમરગામ ચોથા ક્રમે રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો