વરણી:વલસાડ STના નવા નિયામક પદે એ.કે. શર્માની નિમણૂક કરાઈ

વલસાડ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • GM દ્વારા રાજ્યના 7 ઉચ્ચ અધિકારીઓની બદલી

રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીના આદેશ વચ્ચે નિગમના જનરલ મેનેજરે વલસાડ એસટી વિભાગ સહિત ગુજરાત એસટી નિગમના 7 જેટલા ઉચ્ચ અધિકારીઓની તાત્કાલિક બદલી કરવાનો હુકમ કર્યો છે.

જેમાં વલસાડ એસટી વિભાગના ઇન્ચાર્જ નિયામક સંજય જોષીને સુરત પરત મોકલી તેમની જગ્યાએ અગાઉ ફરજ બજાવી ચૂકેલા વિભાગીય યાંત્રિક ઇજનેર તરીકે એ.કે.શર્માની પૂન: નિમણૂંક કરી વલસાડ એસટી વિભાગના નિયામકનો વધારાનો હવાલો સોંપાયો છે.

વલસાડ ખાતે તા.29-12-2017થી10-01-2019 સુધી ફરજ બજાવી ગયેલા એ. કે. શર્માને વિભાગીય યાંત્રિક ઇજનેર તરીકે નિમણૂક કરી વિભાગીય નિયામકનો વધારાનો હવાલો સોંપાયો છે.તેઓ મધ્યસ્થ કચેરીમાં મુખ્ય તાલીમ અને માનવ સંસાધન વ્યવસ્થાપક તરીકે નિગમમાં ફરજ બજાવતા હતા.નાયબ મુખ્ય યાંત્રિક ઇજનેર પદેથી એ. કે. પરમારને ભાવનગર વિભાગીય નિયામક તરીકે અને મુખ્ય ઈજનેરનો વધારાનો હવાલો બરંડાને સોંપાયો છે.

વલસાડ ડીસી ઇન્ચાર્જ માંથી સંજય જોશીને સુરત પરત કરાયા છે.મધ્યસ્થ કચેરીના ખરીદ નિયામક આર.ડી ગળચરને તાલીમ અને સંસાધનવ્યવસ્થાપક તરીકે એ ગ્રેડમાં નિયુકતિ કરી છે જ્યારે એન.એસ.પટેલે મૂળ કામગીરી સાથે ખરીદ નિયામકનો વધારાનો હવાલો સુપરત કરાયો છે.મંત્રીના આ ફેરફારોથી એસટી નિગમમાં પરિવહન સેવા વધુ લોકભોગ્ય બનવાની અને ભ્રષ્ટાચાર ઘટવાની મુસાફરો આશા રાખી રહ્યા હોવાની ચર્ચા ચાલી હતી.

અન્ય સમાચારો પણ છે...