તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરીનો તાગ:જિલ્લા પંચાયતમાં નવા DDOએ અધિકારીઓ સાથે બેઠક કરી કામગીરીનો તાગ લીધો

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ ભુજથી આવી વલસાડ જિ.પં.નો વિધિવત ચાર્જ લીધો

2017ના બેચના IAS સનદી અધિકારી મનિષ ગુરવાની કચ્છ ભૂજ જિલ્લામાં કલેકટર કચેરીમાં ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.દરમિયાન રાજ્ય સરકારે 19 જૂનના રોજ રાજ્યના 77 જેટેલા આઇએસ કેડરના અધિકારીઓની બદલીના ઓર્ડર જારી કરાયા હતા.

જેમાં વલસાડના ડીડીઓ અર્પિત સાગરની નજીકના જિલ્લા નવસારી બદલી કરી તેમના સ્થાને વલસાડમાં ભૂજના ડેપ્યુટી કલેકટર મનિષ ગુરવાની મૂકવામાં આવ્યા હતા.બદલીના 6 દિવસમાં નવા ડીડીઓ ગુરવાનીએ હાજર થઇ વલસાડ જિલ્લાના ડીડીઓ તરીકે હવાલો સંભાળી લીધો છે.આ સાથે તેમણેે જિ.પં.ના અધિકારીઓ,શાખાના અધિકારીઓ સાથે બેઠક કરી જિલ્લાની કામગીરીનો તાગ પ્રથમ દિવસે લીધો હતો.

યોજનાઓનો અસરકારક અમલ કરાશે
વલસાડ જિલ્લામાં રાજ્ય સરકારની જેટલી લોક કલ્યાણની યોજનાઓ છે તેને અસરકારતાથી પ્રજાને લાભ મળે તેવી રીતે અમલ કરાશે.આ સિવાય ગ્રામ્ય વિસ્તારોની વિવિધ સમસ્યાના નિકાલ માટે પણ અધિકારી સ્તરેથી તેનો ઉકેલ થાય તેના ઉપર ભાર મૂકાશે.> મનિષ ગુરવાની,નવા ડીડીઓ

અન્ય સમાચારો પણ છે...