લોકો વિફર્યા:વલસાડ પાલિકાની બેદરકારી, ડ્રેનેજના પાણી ખાડીમાં છોડી દેતાં લોકો વિફર્યા

વલસાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડ્રેનેજ લાઇનનું નાળું તોડી નાંખ્યું,ગંદુ પાણી હનુમાનભાગડા પિચીગની ખાડીમાં

વલસાડ પાલિકામાં વારંવાર રજૂઆતો કરી ડ્રેનેજ લાઇનનું નાળચું બંધ કરવાની રજૂઆતો છતાં કોઇ પગલાં ન ભરાતાં શહેરના ઉત્તરે હનુમાનભાગડા પીચિંગની ખાડીમાં ગંદું પાણી ઠલવાઇ રહ્યું છે. જેને લઇ બોરના પાણી દૂષિત થવાની ભીતિ સાથે આરોગ્ય પર ભારે જોખમ વર્તાતા શુક્રવારે ગ્રામજનોમાં ભારે રોષ ‌વ્યાપી ગયો હતો.મામલો ધારાસભ્ય સુધી પહોંચી જતાં ગ્રામજનોએ કાર્યવાહી કરવા માગ કરી છે. ડ્રેનેજ પાણીના આ કમઠાણના મામલે ગામના સ્થાનિક આગેવાનો સુધી વાત પહોંચતાં માજી સરપંચ અને જિલ્લા એડવોકેટ બાર એસોસિએશનના પ્રમુખે ગ્રામજનોની ફરિયાદના પગલે ધારાસભ્ય સમક્ષ મુદ્દો ઉપાડ્યો હતો.વલસાડને અડીને આવેલું હનુમાનભાગડા ગામ વલસાડ નગરપાલિકાની હદ સાથે જોડાયેલું છે.

લગોલગ આવેલા આ ગામમાં જવા માટે બંદરરોડ ઉપર પીચિંગ ખાડીના પુલનો ઉપયોગ થાય છે.આ ખાડી ચોમાસામાં પાણીથી તરબોળ રહે છે. હનુમાનભાગડા ગામમાંથી પસાર થતાં ગામમાં બોર સહિતના ભૂગર્ભના પાણી રિચાર્જ થાય છે.પરંતું આ ખાડીમાં વલસાડ શહેરના આંધિયાવાડ, તાઇવાડ,દોડિયાટેકરા વિસ્તારોમાંથી ગંદું પાણી અને ડ્રેનેજ લાઇનનું પાણી પણ ગામની પીચિંગ ખાડીમાં આવે છે. છે.દૂર્ગંધવાળુ ગંદુ પાણી આ ખાડીમાં સતત વહેતું રહે છે.જેના કારણે ગ્રામજનોના આરોગ્ય ઉપર જોખમ વર્તાય રહ્યું છે.

ખાડી પાસે ડ્રેનેજ અને ચેકડેમના ઢાંકણા કોંક્રિટના બનાવવા પાણીનો યોગ્ય નિકાલ કરવા મુદ્દે પૂર્વ સરપંચ અનિલ વાઘિયા અને વલસાડ જિ.એડવોકેટ બાર એસો.પ્રમુખ ભરત ડી.દેસાઇએ ધારાસભ્ય ભરતભાઇએ આગામી સંકલનની બેઠકમાં આ મુદ્દો કલેકટર સમક્ષ રજૂ કરી પ્રશ્નનો નિકાલ કરવા હૈયાધરપત આપાતા હાલે મામલો શાંત પડ્યો છે.

આ વિસ્તારોમાં રોગચાળાની દહેશત
પીચિંગને લાગૂ આવેલા બરોખડું ફળિયા, નવીનગરી, તેમજ આદિવાસી વિસ્તારોમાં રોગચાળો ફાટી નિકળવાની દહેશતે લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ગામમાં બોરિંગના પાણી દૂષિત થવાના કારણે ભયંકર રોગચાળો ફેલાશે તેવી પ્રબળ દહેશત વ્યકત કરાઇ છે. ગ્રામજનોનો ગંભીર પ્રશ્ન ઉકેલવા ધારાસભ્ય ભરતભાઇ પટેલે ખાત્રી આપી છે.

અન્ય સમાચારો પણ છે...