તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુજલામ સુફલામ યોજના:વલસાડના મોટાત‌‌ળાવને ઉંડુ કરવા સાથે પાલિકા 52 લાખના ખર્ચે ડેવલપ કરશે

વલસાડ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સુજલામ સુફલામ હેઠળ તળાવોના જળસંગ્રહ માટે વલસાડથી ખાતમુહૂર્ત

જિલ્લામાં સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવોને ઉંડા કરી જળસંગ્રહ કરવા માટેનો પ્રારંભ વલસાડના મોગરાવાડીથી થયો હતો.જ્યાં મોટાતળાવમાં ચોમાસાનું પાણી સંગ્રહ કરવા ઉંડાઇ વધારવા માટે સાંસદ અને કલેકટરની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું છે.આ તળાવને ઉંડું કરવા સાથે વલસાડ નગરપાલિકા દ્વારા રૂ.52 લાખના ખર્ચે તેનો વિકાસ કરી લોકોની સુરક્ષા માટે ચોમાસામાં ભારે વરસાદમાં ફુટી જતાં આ ત‌ળાવ ફરતે પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી પણ હાથ ધરાશે

સમગ્ર રાજ્યોના જિલ્લાઓમાં રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવો ઉંડા કરવાની કામગીરીના ખાતમુહુર્તનો પ્રારંભ થતાં વલસાડ જિલ્લા મથક વલસાડ ખાતે મોગરાવાડીના મોટા તળાવથી આ યોજનાનો પ્રારંભ ખાત મુહૂર્ત સાથે કરવામાં આવ્યો હતો.સાંસદ ડો.કે.સી.પટેલના હસ્તે થયેલી આ ખાતમુહૂર્ત વિધિમાં કલેકટર આર.આર.રાવલ,પ્રાંત અધિકારી,દમણગંગાના કાર્યપાલક ઇજનેર,વલસાડ પાલિકા સીઓ જે.યુ.વસાવા,જિ.પં. પ્રમુખ અલકાબેન શાહ,નપા પ્રમુખ કિન્નરી પટેલ,પૂર્વ પ્રમુખ સોનલબેન સોલંકી,વિપક્ષ નેતા મોગરાવાડીના ગીરીશ દેસાઇએ ઉપસ્થિત રહી કાર્યક્રમમાં તળાવની વિગત રજૂ કરી હતી.

આ તળાવ દર ચોમાસે ભારે વરસાદમાં ફુટી જતાં આસપાસના 2500થી વધુ રહીશોના માથે જોખમી બનતું હતું.પરંતું ઉનાળામાં સુકાઇ જતાં લોકોને પાણીની સમસ્યા સહન કરવી પડતી હતી.આ તળાવને ઉંડું કરવા જિલ્લા તંત્રએ સુજલામ સુફલામ યોજના હેઠળ પસંદ કરી જિલ્લામાં યોજનાનો પ્રારંભ વલસાડથી કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો