પાણીની સમસ્યા નહીં સર્જાય:વલસાડના શહેરી વિસ્તારમાં ઉનાળા દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી આપવા માટે નગર પાલિકા સક્ષમ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગર પાલિકાને નવું પીવાના પાણીનું રોટેશન 30 એપ્રિલના રોજ આપવામાં આવશે
  • શહેરીજનોને આ વર્ષે પાણી કાપ વગર પાણી મળી રહેશે

વલસાડ નગરપાલિકા વિસ્તારમાં આ વર્ષે ઉનાળા દરમિયાન પૂરતા પ્રમાણમાં શહેરીજનોને પાણી મળી રહેશે. વલસાડ શહેરના 1.16 લાખથી વધુ લોકોને પાણી કાપ વગર પાણી પહોંચાડવા માટે નગરપાલિકા સક્ષમ છે.

મહારાષ્ટ્રથી ગુજરાતના પ્રવેશ દ્વાર એવા વલસાડ જિલ્લાના નગરપાલિકા વિસ્તારમાં ચાલુ વર્ષે પાણીની સમસ્યા જોવા મળશે નહીં. વલસાડ શહેરના 1.16 લાખથી વધુ લોકોને પાણી કાપ વગર પાણી પહોંચાડવા માટે નગરપાલિકા સક્ષમ છે.

નગર પાલિકાના અબ્રામાં ખાતે આવેલા ડેમનું હાલનું લેવલ 35 મીટર પર છે તો નગર પાલિકાને નવું પીવાના પાણીનું રોટેશન 30 એપ્રિલના રોજ આપવામાં આવશે. જેથી નગર જનોને આ વર્ષે પીવાના પાણીની સમસ્યા સર્જાશે નહી અને શહેરી જનોને પૂરતા પ્રમાણમાં પાણી પૂરું પાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...