વલસાડ શહેરના સ્ટેડિયમ રોડ ઉપર વર્ષોથી ભરાતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની ભરાતી રવિવારી બજાર આવતીકાલે રવિવારના રોજ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય પાલિકાના અગ્રણીઓએ કર્યો છે. જેને લઈને વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર નગરપાલિકા દ્વારા રીક્ષા ફેરવી રવિવારી બંધ કરવા પાથરણા સંચાલકો અને રવિવારીના વેપારીઓને જાણ કરવામાં આવી હતી. જોકે શહેરના મુખ્ય માર્ગો ઉપર વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઇ પાલિકાએ આ નિર્ણય લીધો હોવાનું પાલિકાના અગ્રણીઓએ જાણવા મળ્યું છે.
ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદ સમાન ગણાતી વલસાડ શહેરના સ્ટેડિયમ રોડ,એસટી ડેપો સામે બેચર રોડ,શાકભાજી માર્કેટ, ભીડભંજન મહાદેવ મંદિર રોડ, અઝાદ ચોક, ગાંધી લાઇબ્રેરી પાસે તથા શહેરમાં અન્ય રસ્તા ઉપર રવિવારી હાટ બજાર ભરાતી હોય છે. વલસાડમાં રવિવારી હાટ બજારમાં દહાડો, ઉમરગામ, વાપી, બોઇસર, પાલઘર મહારાષ્ટ્ર સહિત ગણદેવી, બીલીમોરા, ચીખલી વિસ્તારના નાના વેપારીઓ વલસાડ આવી હાટ બજારમાં પોતાનો સામાન વેચતા હોય છે. જેના કારણે વલસાડ શહેરમાં નગરપાલિકામાં લાખો રૂપિયાનો ટેક્સ ભરતા દુકાનદારોને ભારે નુકસાન જતું હોવાની ફરિયાદો દિવસે દિવસે વધી રહી છે. તેમજ શહેરના માર્ગો પર ટ્રાફિક જામ સમસ્યા ઊભી થતી હોય છે. જે અંગે વલસાડ શહેરના વેપારીઓએ જિલ્લા કલેકટર અને નગરપાલિકા ચીફ ઓફિસરને અવારનવાર લેખિત ફરિયાદો શહેરના દુકાનદારો અને વેપારીઓએ કરી હતી. છેલ્લા ત્રણ રવિવાર હાર્ટ બજાર બંધ રહ્યા બાદ અચાનક ગત રવિવારે રવિવારી બજાર ચાલુ રાખી હતી. જે રવિવારે બજાર બંધ કરવા માટે વલસાડ નગરપાલિકાના એન્ક્રોચમેંટ ઇન્સ્પેક્ટર મહેશ ચૌહાણ તથા તેમની ટીમે બજાર બંધ કરાવવા જતાં નાના વેપારીઓ સાથે બોલાચાલી થઈ હતી. અને ઘર્ષણના દર્શયો સર્જાયા હતા. જોકે ઘટના સ્થળે વલસાડ સીટી પોલીસની ટીમ દોડી આવતા મામલે થાળે પડ્યો હતો.
વલસાડ નગરપાલિકા દ્વારા આજરોજ વલસાડના શહેરની રસ્તા ઉપર રવિવારી બજાર કારણે ઘણા સમયથી સ્ટેડિયમ રોડ, બેચર રોડ અને સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં રવિવારે વધારે પડતી ટ્રાફિક સમસ્યા જોવા મળી રહે છે. ટ્રાફિકની વધતી ફરિયાદોને લઈને વલસાડ નગરપાલિકાએ આવતી કાલે સંપૂર્ણ પણે રવિવારી બજાર રહેશે. તેવી જાહેરાત શહેરના મુખ્ય માર્ગો અને રવિવારી બજાર ભરાતાં વિસ્તારોમાં રીક્ષા ફેરવી જાહેરાત કરી હતી. વલસાડ શહેરના પાથરણા સંચાલકોને રવિવારી બજાર બંધ કરાવતા ચિંતા વધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.