તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વલસાડમાં 40 વર્ષ જૂના જર્જરિત 2 એપાર્ટમેન્ટને અંતે પાલિકાએ કોર્ડન કર્યા

વલસાડ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલિકાની નોટિસ બાદ રહીશો ધીમે ધીમે ખાલી કરી ગયા હતા

વલસાડ શહેરના બેચર રોડ ઉપર આવેલા લક્ષ્મી ચેમ્બર અને વિષ્ણુ ચેમ્બરના એપાર્ટમેન્ટો 40થી વધુ વર્ષ જૂના અને જર્જરીત હોય પાલિકાએ કોર્ડન કરી દીધા હતાં. 5 વર્ષથી આ એપાર્ટમેન્ટોમાં નીચે આવેલી 15 દૂકાનો અને લગભગ 24 ફલેટોના રહીશોને ખાલી કરવા નોટિસ જારી કરી હતી.પરંતું કોઇ વ્યવસ્થા ન થતાં રહીશોએ તાત્કાલિક ‌ફ્લેટો ખાલી કર્યા ન હતા.દૂકાનદારોનો દૂકાનો ખાલી કરી નવા એપાર્ટમેન્ટના બાંધકામનો પ્રશ્ન હોવાથી કોઇ નિર્ણય આવી શક્યો ન હતો.

જો કે વર્ષો નિકળી જવા છતાં પાલિકા દ્વારા આ જર્જરિત એપાર્ટમેન્ટોની હાલત ખંડર જેવી થવા માડતાં પાલિકાએ ભયજનક બિલ્ડિંગ ખાલી કરવા અંતિમ નોટિસો આપી હતી.મોટાભાગના રહીશો તો લાંબા સમયથી ફલેટ બંધ કરી ગયા હતા.બાકી રહેલા અમુક જૂજ રહીશોએ છેલ્લા 1 વર્ષથી બિલ્ડિંગો ધીમે ધીમે ખાલી કરવા માડી હતી અને દૂકાનદારોએ પણ ક્રમશ: દૂકાન બંધ કરી દેતા છેવટે આ બંન્ને એપાર્ટમેન્ટો ખાલી કરી દેવામાં આવતાં રોડ સાઇડે કોર્ડન કરી લેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો