આવેદનપત્ર:દાનહમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ મુદ્દે સાંસદે એસપીને આવેદનપત્ર આપ્યુ

સેલવાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જલ્દીથી ચાર્જશીટ ફાઇલ કરી, કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માગ

દાનહના સામરવરણી સ્થિત અવર લેડી ઑફ હેલ્પ ઇંગ્લિશ સ્કૂલમા પ્રબંધક અને શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે કરવામા આવેલ દુષ્કર્મના મામલાને લઈ સાંસદ કલાબેન ડેલકરના પ્રતિનિધિ મંડળ દ્વારા સુપ્રીટેન્ડન્ટ ઓફ પોલીસને વિવિધ માગણીઓ સાથે આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ. સાંસદ,જિલ્લા પંચાયત અને નવ શક્તિ મહિલા સંગઠન દ્વારા અલગ અલગ પત્ર સોંપવામા આવ્યા હતા. જેમા આ પ્રકારના જઘન્ય કૃત્યની કડી નિંદા કરવામા આવી હતી.

સાંસદ કલાબેન ડેલકરે આરોપીઓને જલ્દીથી સજા થાય અને ફરીવાર કોઈ આવી નિંદનીય ઘટનાનુ પુનરાવર્તન ન થાય તે માટે આ મામલામાં જલ્દીથી ચાર્જશીટ ફાઈલ કરી કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમા ચલાવવામા આવે તેવી માંગ કરી છે.સાથે વિદ્યાર્થીઓ મુક્ત વાતાવરણમા અભ્યાસ કરી શકે તે માટે પ્રદેશની તમામ શાળાઓમા વિદ્યાર્થીઓના કાઉન્સિલિંગ માટે મહિલા અને પુરુષ કાઉન્સલરની નિમણુંક કરવાની ભલામણ કરી છે.આ કેસ સંદર્ભે આગળ કોઈ પણ પ્રકારની જરૂર પડે તો તેમા પૂરેપૂરો સહયોગ આપવાની સાથે સાંસદ કલાબેન ડેલકરે જિલ્લા પ્રશાસન દ્વારા તાત્કાલિક અસરથી કરવામા આવેલ કાર્યવાહીની સરાહના પણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...