તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:જિલ્લામાં ગણેશોત્સવમાં ડીજે મંજૂરીનો મુદ્દો ધારાસભ્યે કલેકટર સમક્ષ ઉઠાવ્યો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષથી ધાર્મિક ઉત્સવથી વંચિત રહેતા પરવાનગી આપવા માગણી કરાઇ

છેલ્લા પોણા બે વર્ષથી ધાર્મિક ઉત્સવોની જાહેર ઉજવણીઓ ઉપર કોવિડ મહામારી જોતાં સરકારે રોક લગાવતા લોકોની ધીરજ હવે ખૂટી રહી છે.વલસાડ જિલ્લામાં આગામી દિવસોમાં આવનાર ગણેશ મહોત્સવમાં ડીજે અને ગણેશ વિસર્જન યાત્રાની પરવાનગી મુદ્દે મોરચા નિકળ્યા બાદ વલસાડ ધારાસભ્યએ ગણેશોત્સવમાં ડીજે,માઇકની મંજૂરી આપવા કલેકટરને રજૂઆત કરી છે. ગત વર્ષે પણ ગણેશ મહોત્સવ સહિત તમામ ધાર્મિક પર્વોની ઉજવણી કરી શકાય ન હતી.જ્યારે આ વર્ષે પણ અત્યાર સુધીના ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવા સરકારે મંજૂરી આપી નથી.

આ સંજોગોમાં આગામી દિવસોમાં હિન્દુધર્મના આસ્થા સમાન ગણેશ મહોત્સવનો તહેવાર આવી રહ્યો છે.જેની ઉજવણી માટે વલસાડ જિલ્લાના ડીજે સંચાલકો,ગણેશ મંડળો ,ગણેશ મૂર્તિકારોએ વલસાડ કલેકટર સમક્ષ પરવાનગી માટે મોરચા માડી રજૂઆતો કરી હતી.પરંતું હજી આ દિશામાં કોઇ પ્રતિસાદ મળ્યો નથી.આ સ્થિતિ વચ્ચે વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલે જિલ્લા કલેકટર ક્ષિપ્રા અગ્રેને આગામી ગણેશોત્સવ માટે ડીજે,માઇકની મંજૂરી આપવા ઘા નાખી છે.ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા આ પર્વની ઉજવણીમાં ડીજે વગાડવા માટે તેમણે કલેકટર સમક્ષ માગણી રજૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...