• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • The Managers Of Footwear Shops In Valsad District Protested Against The Increase In GST By Keeping The Shop Closed For One Day

દુકાનદારોનો વિરોધ:વલસાડ જિલ્લાના ફૂટવેર દુકાનના સંચાલકોએ GSTમાં થયેલા વધારાનો એક દિવસ દુકાન બંધ રાખી વિરોધ કર્યો

વલસાડ18 દિવસ પહેલા
  • કેન્દ્ર સરકાર દ્વારા ફૂટવેર સેક્ટર ઉપર GST 5%થી વધારી 12% કરવામાં આવતાં વિરોધ
  • 1 વર્ષ ઉપરાંતથી બંધ રહેલી દુકાનો અને ગોડાઉનમાં ફૂટવેરનો સામાન પડ્યે પડ્યે બગડી ગયો

વલસાડ જિલ્લાના ફૂટવેર દુકાનના સંચાલકોએ GSTના વધારાના વિરોધમાં એક દિવસ દુકાન બંધ રાખીને સરકારી નીતિઓનો વિરોધ નોંધાવ્યો હતો.

કેન્દ્ર સરકારે ફૂટવેર સેક્ટર ઉપર 5% GSTથી વધારી 12% કરવામાં આવતા વેપારીઓએ સમગ્ર દેશમાં એક દિવસ દુકાન બંધ રાખીને સરકારની નીતિ વિરૂદ્ધ વિરોધ નોંધાવ્યો હતો. એક દિવસ દુકાન બંધ રાખીને સરકારને GST ફરી 5% કરવાની માંગ કરી હતી. જેમાં વલસાડ જિલ્લાના સ્ટેડિયમ રોડ સહિત શહેર અને જિલ્લાના ફૂટવેર દુકાન સંચાલકોએ દુકાન બંધ રાખી સરકારની નીતિ સામેના વિરોધમાં જોડાયા હતા.

કોરોના મહામારી દરમ્યાન સૌથી વધુ અસર પામેલા ફૂટવેર ઉપર 5% GSTથી વધારીને કેન્દ્ર સરકાર દ્વારા 12% GST લગાવવામાં આવ્યો હતો. કોરોના મહામારી દરમ્યાન 1 વર્ષ ઉપરાંતથી ફૂટવેર દુકાનો બંધ રાખવામાં આવી હતી. ફૂટવેર સેક્ટરમાં અચાનક GST 5%થી 12% કરી દેવામાં આવતાં વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો.

વલસાડના સ્ટેડિયમ રોડ સહિત જિલ્લાની ફૂટવેર દુકાન સંચાલકોએ દુકાનો બંધ રાખી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. કોરોના મહામારી દરમ્યાન આપવામાં આવેલા લોકડાઉનમાં 1 વર્ષ ઉપરાંતથી બંધ રહેલી દુકાનો અને ગોડાઉનમાં ફૂટવેરનો માલ સામાન પડી રહ્યો હતો. જેને લીધે ફૂટવેર ખરાબ થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...