• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • The Launch Of Valsad To Vadnagar Express Train Has Been Extended By One Day, Now The State BJP Presidents Will Flag Off The Train Tomorrow.

રાજ્યવ્યાપી શોકને પગલે નિર્ણય:વલસાડથી વડનગર એક્સપ્રેસ ટ્રેનનું લોકાર્પણ એક દિવસ લંબાવાયું, હવે કાલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિતનાઓ ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરશે

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ અને આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોની ડિમાન્ડને લઈને અગ્રણીઓએ વલસાડથી વડાપ્રધાનના ગામ વડનગર સુધીની એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની માંગણી કરી હતી. જે બાદ રેલવે વિભાગે ટ્રેન શરૂ કરવાની મંજૂરી આપી હતી. વલસાડથી વડનગર ઇન્ટર સીટી ટ્રેન 2જી નવેમ્બર 2022થી શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને આજે ઘણા યાત્રીઓ વલસાડથી શરૂ થનારી વડનગર એક્સપ્રેસ ટ્રેનના પહેલા દિવસે યાત્રા કરવા પહોંચ્યા હતા. જોકે, મોરબી દૂર્ઘટનાના પગલે આજે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે જેને લઈ આ ટ્રેનનું લોકાર્પણ કાર્યક્રમ પણ એક દિવસ લંબાવવામાં આવ્યો છે.

4થી નવેમ્બરથી ટ્રેન વલસાડથી સમયસર ઉપડશે
સુરત રેલવે સ્ટેશન ખાતે રેલવે રાજ્ય મંત્રીના આમંત્રણથી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને સાંસદ પ્રભુભાઈ વસાવા ટ્રેનને લીલી ઝંડી આપી લોકાર્પણ કરશે. ત્યારબાદ 4થી નવેમ્બરથી ટ્રેન વલસાડથી સમયસર ઉપડશે તેમ રેલવે વિભાગે જણાવ્યું હતું.
ટ્રેન શરૂ કરી યાત્રીઓને દિવાળી ભેટ આપી હતી
વલસાડથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગામ વડનગર સુધીની એક ટ્રેનની માંગણી વલસાડ જિલ્લા અને આજુબાજુમાં રહેતા અગ્રણીઓ કરી હતી. સવારે ગુજરાત કવિન નીકળી ગયા બાદ અમદાવાદ જવા માટે લાંબા સમય બાદ ટ્રેન હોવાથી ઘણા યાત્રીઓ અટવાતા હતા. જેથી ગુજરાત કવિન બાદ 1 કલાક પછી વલસાડ-વડનગર એક્સપ્રેસ ટ્રેન મંજૂર કરીને રેલવે વિભાગે વલસાડ જિલ્લા અને આજુબાજુના લોકોને દિવાળીની ગિફ્ટ આપી હતી. રેલવે વિભાગ દ્વારા ટ્રેનનું શિડયુલ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ-વડનગર ઇન્ટર સીટી ટ્રેન 2જી નવેમ્બરથી શરૂ થવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને આજે સવારે ઘણા મુસાફરો ગુજરાત કવિન ટ્રેન છોડીને નવી શરૂ થનારી વડનગર-એક્સપ્રેસ ટ્રેનમાં યાત્રા કરવાનો નિર્ણય કર્યો હતો.

આજે રાજ્યવ્યાપી શોક જાહેર કરાયો છે
મોરબી દુર્ઘટનાને લઈને 2જી નવેમ્બરે થનારા તમામ લોકાર્પણ અને સરકારી કાર્યક્રમો રદ્દ કરીને રાજ્યમાં એક દિવસનો શોક જાહેર કર્યો હતો. જેને લઈને વલસાડ-વડનગર ઇન્ટરસિટી ટ્રેનનું લોકાર્પણ એક દિવસ માટે લંબાવવામાં આવ્યું હતું. રેલવે વિભાગે સોશ્યલ મીડિયામાં જાહેરાત કર્યા બાદ ફેરફાર થયાની કોઈ જાણકારી ન મળતા રેલવે યાત્રીઓ અટવાયા હતા.

મોરબી બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોની આત્માની શાંતિ માટે રાજ્યવ્યાપી શોકની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને આજે શરૂ થનારી વલસાડ-વડનગર એક્સપ્રેસ ટ્રેન એક દિવસ લંબાવી 3જી નવેમ્બરના રોજ સવારે 9:15 કલાકે વલસાડથી ટ્રેન રવાના કરવામાં આવશે, જે બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને સાંસદ પ્રભુ વસાવા સુરત ખાતે 10 કલાકે ટ્રેનનું સ્વાગત કરી લીલી ઝંડી બતાવી ટ્રેનનું લોકાર્પણ કરશે. 4થી નવેમ્બરથી ટ્રેન વલસાડ રેલવે સ્ટેશનથી સમયસર ઉપડશે તેમ રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...