તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દબાણ દૂર:કોસંબા પંચાયતે દીવાદાંડીના રસ્તાને અવરોધક દબાણ દૂર કર્યું

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રોટેકશન વોલના રસ્તે ઘરોની સામગ્રીના ખડકલાઓ હતા

વલસાડના કોસંબા ગામે દિવાદાંડી અને પ્રોટેક્શન વોલ તરફ જતા રસ્તા ઉપર કેટલાક ઘરોનું સરસામાન અને અન્ય મટીરિયલ્સનો ખડકલો કરી દેવાતા પંચાયતે આ દબાણ દૂર કરી દીધું હતું.

કોસંબા ગામે પંચાયત દ્વારા દીવાદાંડી તરફ જતાં રસ્તા અને દરિયાની પ્રોટેક્શન વોલ તરફ જતા રસ્તા ઉપર પંચાયતના વાહનો અને અન્ય વાહનોને વિવિધ કામો માટે આવવા જવામાં ઘરોની સરસામાન સહિતના મટિરીયલ્સના કારણે ભારે વાહનોને પસાર થવા ભારે અવરોધ આવતો હતો.વાહનોના પસાર થવામાં મુશ્કેલી પડતા ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચ સ્વીટીબેન ધર્મેશભાઇ પટેલ સાથે સઘન પરામર્શ બાદ ગ્રામજનોના જાહેર હિત માટે આ દબાણ પોલીસ બંદોબસ્ત રાખી દૂર કરવાનું નક્કી કરાયું હતુ.દરમિયાન બુધવારે પંચાયત સરપંચ,સભ્યોએ નિર્ણય કર્યા મુજબ જેસીબી લઇને સ્થળ પર પહોંચી દબાણરૂપ સામાન અને મટીરિયલ્સ દૂર કરી દેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...