માગ:પારનેરા ડુંગરના ઐતિહાસિક કિલ્લાનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યએ 250 વર્ષ પૌરાણિક કિલ્લાના રિનોવેશનની માગ કરી

વલસાડ નજીક પારનેરા ડુંગરના ઐતિહાસિક જર્જરિત કિલ્લા મુદ્દે વિધાનસભાના ચાલી રહેલા સત્ર દરમિયાન વલસાડ ધારાસભ્યએ રિનોવેશનની માગ કરી છે.પ્રવાસનધામ તરીકે વિકસાવવા માટે સરકારે બજેટમાં કરાયેલી રૂ.2077 કરોડની જોગવાઇ પૈકી છત્રપતિ શિવાજી મહારાજની યાદ સાથે સંકળાયેલો આ કિલ્લો જર્જરિત થઇ જતાં તેની મરામત માટે ગ્રાન્ટ ફાળવવા સરકાર સમક્ષ મુદ્દો રજૂ કરાયો હતો.

વિઘાનસભામાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન વલસાડના ધારાસભ્ય ભરતભાઇ પટેલે તેમની બેઠક પરથી પારનેરાના ઐતિહાસિક કિલ્લાનો મુદ્દો ઉપાડતા કહ્યું કે,પીએમ નરેન્દ્ર મોદી દ્વારા પ્રવાસન સ્થળોના વિકાસ માટેના પ્રયાસો અને સીએમ ભુપેન્દ્ર પટેલના પ્રયત્નો સાથે આ વર્ષના બજેટમાં પણ પ્રવાસન વિકાસની હરણફાળ માટે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા બજેટમાં 2077 કરોડની જોગવાઇ કરાઇ છે.જે પૈકી આઇકોનિક ટૂરિઝમ સ્થળોનો વિકાસ કરવા રૂ.706 કરોડની જોગવાઇ તેમજ ધાર્મિક,હેરિટેજ,એડવે ન્ચર અને ઇકો ટુરિઝમ સ્થળોના વિકાસ માટે રૂ.640 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

આ વિગતો રજૂ કરી ધારાસભ્ય ભરતભાઇએ વલસાડના પારનેરા ડુંગરના 250 થી 300 વર્ષ ઐતિહાસિક કિલ્લાનો મુદ્દો ઉઠાવી કહ્યું કે, પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવ્યા હતા ત્યારે પારનેરાના ઐતિહાસિક કિલ્લાના વિકાસ માટે રજૂઆતો કરી હતી.બાદમાં પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રૂ.1.46 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી હતી.હજી શિવાજી મહારાજના આ કિલ્લાની મરામત અને રિનોવેશન માટે વધુ ગ્રાન્ટની જરૂરત હોય ધારાસભ્યએ વિધાનસભામાં સરકાર સમક્ષ માગ કરતા આ મુદ્દાની નોંધ રેકર્ડ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...