કાર્યવાહી:અથાલ શાળા પરીસરમાં બનેલું ગેરકાયદે ઘરને તોડી દૂર કરાયું

સેલવાસએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસૂલ વિભાગની નોટિસ છતા દૂર ન કરતા કાર્યવાહી

દાનહમાં પ્રસાસન દ્વારા ચાલી રહેલા ગેરકાયદે બાંધકામ અને દબાણો દૂર કરવાના અભિયાવનમાં સોમવારે અથાલ ગામે પંચાયત કચેરી પાછળ સરકારી શાળા પરિસરમાં સ્થિત ગેરકાયદે ઘરનું ડિમોલીશન કરવામાં આવ્યું હતું.દાદરા નગર હવેલી પ્રશાસનના મહેસુલ વિભાગ દ્વારા સરકારી જગ્યાઓ નહેર કોતર પર ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય તેવા મકાનો ઢાબા દીવાલોને જેસીબી વડે ડિમોલિશનના કામગીરી ચાલી રહી છે.

જે અંતર્ગત અથાલ ગામે પંચાયત કચેરી પાછળ સરકારી શાળા પરિસરમાં ગેરકાયદેસર ઘર બનાવવામાં આવેલું હતું જેને મહેસુલ વિભાગ દ્વારા નોટિસ આપી ઘર ખાલી કરવા માટે સુચના અપાઇ હતી. છતાપણ તેઓએ નોટિસનું પાલન નહિ કરતા મહેસુલ વિભાગ દ્વારા આ ગેરકાયદે બનાવવામાં આવેલા ઘરનું સોમવારે સંબંધિત અધિકારીઓની હાજરીમાં ડિમોલીશન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...