વલસાડના પાથરી ગામે વાંકી નદી કિનારે એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જેને લઇને આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જેમાં વલસાડ પોલીસે તપાસ હાથ ધરતા મૃતક યુવાન ચણવઇનો હોવાની ઓળખ થઈ છે.
વલસાડના પાથરી ગામે દત્ત મંદિર પાછળથી પસાર થતી વાંકી નદીના કિનારે એક અજાણ્યા યુવાનની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવવાની ઘટનાને પગલે પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. મૃતકના વાલી વારસાને શોધવા માટે પોલીસે કામગીરી શરૂ કરી હતી. જેમાં તપાસના અંતે મૃતક યુવક વિકાસ વિજયભાઈ પટેલ વલસાડના ચણવઇ ગામે અટાર ફળિયામાં રેહતો હોવાનું જાણવા મળ્યું હતું.
છેલ્લા બેથી ત્રણ દિવસ સુધી પરત પોતાના ઘરે આવ્યો ન હતો. અચાનક વિકાસનો મૃતદેહ પાથરી ગામની વાંકી નદી માંથી મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં વિકાસની હત્યા થઈ તે પહેલા વિકાસે વલસાડના હાઇવે પર એક હોટલમાં પાર્સલ લેવા માટે આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ સિવાય પોલીસે અનેક મુદ્દાઓ પરથી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.