તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલસાડ જિલ્લામાં કોરોનાકાળના સૌથી વધુ 468 કેસ વલસાડ તાલુકામાં નોંધાઇ ચૂક્યા છે.વલસાડ તાલુકામાંથી રોજીરોટી માટે લોકો વાપી, સુરત, સંઘ પ્રદેશ ઉમરગામ સુધી અપડાઉન કરી નિભાવ કરે છે.જેના કારણે કોરોના સંક્રમણનો શિકાર બનતા કેસો વધુ હોવાની શંકા વ્યક્ત કરાઇ રહી છે.
વાપી ઔદ્યોગિક નગરી હોવા સાથે સંઘપ્રદેશની હદ અને ઉમરગામ તાલુકાની હદ સાથે પણ વાપી તાલુકો જોડાયેલો હોવાથી પ્રારંભમાં અહિં વધુ કેસો થતા હતા.લોકડાઉનમાં વધુ છૂટ જેમ મળતી ગઇ તેમ રોજીરોટી માટે લોકોની આવનજાવન થતાં સંક્રમણ ફેલાતું ગયું હતું. વાપી તાલુકામાં સંક્રમણ ઘટવાનું શરૂ થયું હતું અને વલસાડમાં કોરોના પોઝિટિવના કેસ ક્રમશ: વધવા માડતા હાલમાં જિલ્લામાં સૌથી વધુ કેસ વલસાડ તાલુકામાં અત્યાર સુધી 469 કેસ અને વાપી તાલુકામાં 393 કેસ નોંધાઇ ચૂક્યા છે.તંત્રએ સંક્રમણને રોકવા રેપિડ ટેસ્ટ,માસ્ક,સોશ્યિલ ડિસ્ટેન્સિંગ જાળવવા દંડનીય કાર્યવાહી અમલમાં મૂકી છે.
21 સપ્ટેે. વલસાડમાં 372 અને વાપીમાં 371 કેસ હતા
જિલ્લામાં 21 સપ્ટેમ્બર 2020ના રોજ કોરોનાના કુલ કેસની સંખ્યા 1107 જેટલી હતી.જેમાં વલસાડ તાલુકામાં 372 કેસ અને વાપી તાલુકામાં 371 કેસ હતા.તે જ દિવસથી વલસાડ તાલુકામાં વાપી કરતા વધુ કેસ નોંધાવાની શરૂઆત થઇ હતી.ત્યારબાદથી આજ દિન સુધી વલસાડ તાલુકામાં કોરોના કેસમાં વધારો થતો ગયો હતો.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.