તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિર્ણય:કાર લૂંટના આરોપીને પકડવા ટેક્નિકલ એના.ની મદદ લેવાશે

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બાન્દ્રાથી સુરત જવા માટે 11 સપ્ટેમ્બરના રોજ ઇમરાન અન્સારીએ જસ્ટ ડાયલ ડોટ કોમ પરથી કાર ભાડે મંગાવી હતી. જેમાં ઇમરાન તેના ત્રણ મિત્રો સાથે સુરત આવવા સતીષ સાથે રવાના થયા હતા. વલસાડ પારનેરા હાઇવે પર બાથરૂમ જવા માટે કાર અટકાવી દારૂની ખાલી બોટલ સતીષના માથામાં મારી કાર લૂંટીને ફરાર થઇ ગયા હતા. નવસારી ટોલનાકા પાસે પોલીસની ભીડ જોઈને આરોપીઓ કાર મૂકી ફરાર થઇ ગયા હતા. કારણો કબ્જો મેળવી રૂરલ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા જસ્ટ ડાયલ ડોટ કોમની મદદ મેળવી છે. ઈમરાનના મોબાઈલ નંબરની ડીટેલ મેળવી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 5ટેક્નિકલ એનાલિસિસ કરીને કારની લૂંટ ચલાવનાર 4 આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો