તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Valsad
 • The Health Department Has Appointed 65 Candidates As CHOs In The District At The Health And Wellness Center To Prevent Corona Infection.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયુક્તિ:કોરોના સંક્રમણ અટકાવવા માટે આરોગ્ય વિભાગે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે જિલ્લામાં CHO તરીકે 65 ઉમેદવારોની નિયુક્તિ કરી

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તમામ ઉમેદવારોને 11 માસમાં કોન્ટ્રાક્ટ ઉપર CHO તરીકે નિમણૂક કરી
 • 96 બેઠકો ખાલી હતી જે પૈકી 65 જગ્યાઓ ઉપર નિમણૂક થઈ

વલસાડ જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા અને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમમાં ખાલી પડેલી CHOની 96 બેઠકો પૈકી 65 બેઠકો ઉપર CHOના અરજદારોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. જેમાંથી 19 આરોગ્ય કર્મીઓ અન્ય જિલ્લામાંથી બદલી મેળવીને વલસાડ જિલ્લામાં આવ્યા છે. અને 46 અરજદારો નવા ફ્રેશર તરીકે પસંદગી પામ્યા છે. તેઓને પસંદગીના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ઉપર નિમણૂક આપવામાં આવી હતી.

19 બેઠકો ઉપર અન્ય જિલ્લામાંથી બદલી લઈને આરોગ્ય કર્મીઓ આવ્યા

વલસાડ આરોગ્ય વિભાગે જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને રાખી જિલ્લાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ઉપર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ખાલી પડેલી 96 બેઠકો પૈકી 19 બેઠકો ઉપર અન્ય જિલ્લામાંથી બદલી લઈને આવેલા આરોગ્ય કર્મીઓ અને 46 નવી નિયુક્તિ પામેલા જિલ્લાના આરોગ્ય કર્મીઓને પસંદગીના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ઉપર નિયુક્તિના ઓર્ડર્સ આપવામાં આવ્યા હતા.

CHOને 11 માસના કોન્ટ્રાકટ ઉપર નિમણૂક કરવામાં આવી

વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા આરોગ્ય વિભાગે નવા 65 CHOની ભરતી કરી છે. વલસાડ જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લામાં આવેલા 231 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પૈકી 96 સેન્ટરો ઉપર સી.એચ.ઓની ખાલી પડેલી જગ્યા ભરવાનો નિર્ણય રાજ્ય આરોગ્ય વિભાગે કર્યો હતો. CHOની ભરતી બાદ જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે CHO વધુ સારી રીતે કામગીરી કરશે તેમ અધિકારીએ જણાવ્યું હતું. બાકી રહેલી 31 બેઠકો ઉપર રાજ્ય આરોગ્ય વિભાગની મંજૂરી મેળવીને જલ્દી ભરતી કરવામાં આવશે. આ તમામ CHOએ તેમના વિસ્તારમાં આરોગ્ય લક્ષી કામગીરી કરવાની રહેશે. હાલ આ તમામ આરોગ્ય વિભાગના CHOને 11 માસના કોન્ટ્રાકટ ઉપર નિમણૂક કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો