તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સગીરા મળી આવી:વલસાડના પારડીમાંથી 3 મહિના પહેલા ગુમ થયેલી તરૂણી ચંદીગઢથી મળી આવી

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોબાઈલ લોકેશનના આધારે પોલીસ સગીરા સુધી પહોંચી
  • સગીરાને ભગાડી જનાર યુવક પણ ઝડપાયો

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં રહેતી સગીરા 3 માસ પહેલા ઘરે કોઈને કહ્યા વગર ગુમ થઈ ગઈ હતી. પરિવારના સભ્યોએ સગીરાની ધણી શોધખોળ કરતા સગીરા મળી ન હતી. બનાવ અંગે સગીરાના પરિવારના સભ્યોએ પારડી પોલીસ મથકે સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પારડી પોલીસની ટીમે સગીરા અને તેનું અપહરણ કરનાર યુવકને ચંદીગઢથી મોબાઈલ લોકેશનના આધારે ઝડપી પાડયા હતા.

વલસાડ જિલ્લાના પારડી પંથકમાં રહેતા એક પરિવારની 14 વર્ષીય સગીરા 3 માસ પહેલા ભેદી સંજોગોમાં ગુમ થાય બાદ પારડી પોલીસે સગીરાને 3 માસ બાદ શોધી કાઢી પરિવાર સાથે મિલાપ કરાવી આપ્યો હતો. તરૂણીને 3 માસ સુધી પરિવારે શોધખોળ કરવા છતાંયે ન મળતા પરિવારે પારડી પોલીસ મથકે ઘટનાના 2 માસ બાદ અપહરણની ફરિયાદ નોંધાવાઇ હતી.

ફરિયાદ આધારે વલસાડ જિલ્લા સીપીઆઇ પોલીસ તપાસ સોંપવામાં આવી હતી. પોલીસને સગીરા ચંદીગઢમાં હોવાનું મોબાઈલ લોકેશન મળતાં પોલીસની એક ટીમને ચંદીગઢ રવાના કરી હતી. જ્યાં સગીરા મળી આવતા તેને અપહરણ કરી જનાર પારડી દામણી ઝાંપા વેલપરવા રોડ પર રહેતો 21 વર્ષીય, અજય વિરેન્દ્ર રામદેવે સગીરાનું અપહરણ કરી ગયો હોવાનું બહાર આવતાં બંનેને પોલીસ પારડી લઈ આવી હતી. તપાસમાં સીપીઆઇ આર.કે. રાઠવાની ટીમે સગીરાની પ્રાથમિક પૂછપરછમાં સગીરા રોજ મોબાઈલ પર માતા સાથે સંપર્ક કરી વાતો કરતી હોવાનું જાણવા મળ્યું હતું. જે પોલીસે મોબાઈલ લોકેશનના આધારે સગીરા અને તેનું અપહરણ કરી જનારો સગીરાના યુવક સાથે ચંદીગઢથી મળી હતી. સગીરાનું અપહરણ બાદ યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવતા પોલીસે દુષ્કર્મ આચરનાર યુવક વિરૂદ્ધ ગુનામાં પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ઇન્ચાર્જ સર્કલ પીઆઇ આર.કે. રાઠવા હાથ ધરી છે. હાલ સગીરાનો કબજો તેના માતા-પિતાને સોંપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...