નવજીવન:મ્યુકરમાઇક્રોસિસ દર્દીના જડબા ઇમ્પલાન્ટની વલસાડ જિલ્લામાં પ્રથમ સફળ સર્જરી થઈ

વલસાડ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાથી સાજા થયા બાદ બ્લેક ફંગસની બિમારીથી બચાવ

વલસાડમાં એક દર્દી કોરાનાની સારવારના અંતે સાજો થયા બાદ ગંભીર રોગ મ્યુકરમાઇક્રોસિસનો ભોગ બનતા મોઢાંમાં બ્લેક ફંગસની બિમારીનો શિકાર બન્યો હતો.જેનું જડબું ખવાઇ જતાં આહાર લઇ શકતો કે બોલી પણ નહિ શક્તો હતો.આ દર્દીનું વલસાડના ડોક્ટર હાઉસના તબીબોએ ભારે જહેમતથી સર્જરી હાથ ધરી નવું જડબું ઇમ્પ્લાન્ટ કરી તેને નવજીવન બક્ષતાં પરિવારજનોમાં આનંદની લહેર ફરી વળી હતી.વલસાડ જિલ્લામાં બ્લેક ફંગસના દર્દીની આ પ્રકારની પ્રથમ સફળ સર્જરી કરવામાં આવી છે.

વલસાડમાં એક દર્દી કોરોનામાં સપડાયા બાદ સારવારના અંતે તે કોરોનામુક્ત થઇ ગયો હતો.દરમિયાન વલસાડ જિલ્લામાં આ પ્રકારે જડબામાં લાગેલા બ્લેક ફંગસના પ્રથમવાર મ્યુકરમાઇક્રોસિસથી પિડાતા દર્દીના ઉપરના ભાગના જડબાને સડો લાગી રહ્યો હતો.આ દર્દીથી આહાર કે ખોરાક ખવાતો ન હોવાથી તેની જિંદગી પર દાવ લાગી ગયો હતો.આટલું ઓછું હોય તેમ જડબું ખવાઇ જતાં આ દર્દી બોલી પણ શકતો ન હતો.જેનાથી પરિવારજનો ભારે આઘાતમાં હતા.

આ બિમારીના નિદાન માટે દર્દીને વલસાડના ડોકટર હાઉસમાં ઝેનિથ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.જ્યાં ડો.નિલેશ મોદી અને ડો.મિલન ફળદુની ટીમ દ્વારા તેની સર્જરી હાથ ધરવામાં આવી હતી.જેમાં દર્દીના મોઢાંના ઉપરના ભાગના જડબાનું ઇમ્પ્લાન્ટ કરી સફળ ઓપરેશન કરી દર્દીને નવજીવન મળ્યું છે.બ્લેક ફંગસ કોરોનાથી સાજા થતા દર્દીઓમાં જોવા મળે છે.જેથી આવા દર્દીઓએ ખુબ કાળજી લેવાની રહે છે તેવું ડોક્ટર હાઉસના તબીબોએ જણાવ્યું હતું.

બ્લેક ફંગસથી જડબું ખવાઇ ગયું હતું
કોરોનાના દર્દી રિકવર થઇ ગયા બાદ કોઇને બ્લેક ફંગસ થતું હોય છે.આવા એક દર્દીને મોઢાંમાં બ્લેક ફંગસ થતાં ઉપરનું જડબુ ખવાઇ ગયું હતું,બોલી શકાતુ ન હતું.જેને ડોકટર હાઉસ વલસાડમાં ડો.નિલેશ મોદી અને ડો.મિલન ફળદુની ટીમે જિલ્લામાં પ્રથમવાર આવા દર્દીના ઉપરના જડબાનું ઇમ્પલાન્ટ બનાવીને તે લગાવાયું છે.આ એક યુનિક સર્જરી થઇ છે.> ડો.મુશ્તાક કુરેશી,ડોક્ટરહાઉસ,વલસાડ

અન્ય સમાચારો પણ છે...