તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીનો કમાલ:ભારતભરમાં સૌપ્રથમ વખત વલસાડમાં રેલવેનો ઓવરબ્રિજ માત્ર 20 દિવસમાં બની જશે

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
19 પ્રિ-કાસ્ટ કોંક્રિટ ફ્રેમ ગોઠવીને રાતોરાત માળખું બનાવાયું - Divya Bhaskar
19 પ્રિ-કાસ્ટ કોંક્રિટ ફ્રેમ ગોઠવીને રાતોરાત માળખું બનાવાયું
  • રેલવે ફ્રેઇટ કોરિડોરના બે ટ્રેક પસાર કરવા માટે નવો ઓવરબ્રિજ બનાવવા નવી પધ્ધતિનો ઉપયોગ
  • ટ્રાફિકથી ધમધમતા બ્રિજને વચ્ચેથી કાપી હેવી સ્ટીલ પ્રિકાસ્ટ કોંક્રિટ ફ્રેઇમ સિસ્ટમ લોન્ચ કરી
  • ફ્રેઈટ કોરિડોરના ટ્રેક માટે વલસાડ રેલવે ઓવરબ્રિજની 75 ટકા કામગીરી પૂર્ણ, 7 દિવસમાં બ્રિજ તૈયાર થશે
  • 101 ટન વજનની 19 પ્રિકાસ્ટ કોન્ક્રીટની હેવી ફ્રેઇમ બ્રિજમા ફીટ કરાશે- ટ્રાફિકથી ધમધમતા બ્રિજને વચ્ચેથી કાપી કોન્ક્રીટ ફ્રેઇમ લાગશે

ભારત દેશમાં પ્રથમવાર રેલવે દ્વારા વલસાડ ખાતે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી 20 દિવસમાં રેલવે ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યું છે.5 મહિનાનું આ કામ રેલવેની કન્સ્ટ્રકશન એજન્સી ઇરકોન દ્વારા ગણતરીના દિવસમાં જ પૂર્ણ કરી દેવાશે. પ્રતિરોજ 20 હજાર જેટલા વાહનોની અવરજવર સાથે 24 કલાક ટ્રાફિકથી ધમધમતા જિલ્લા મથકના આ રેલવે બ્રિજને ઝડપથી તૈયાર કરવા રેલવેની પ્રોજેક્ટ ટીમ રાત દિવસ કામે લાગી છે. 75 ટકા કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે.22 જૂન સુધીમાં આ બ્રિજ તૈયાર કરવા રેલવેનો લક્ષ્યાંક છે.

5 મહિના લાગે તેવું કામ 20 દિવસમાં જ કરવામાં આવશે
5 મહિના લાગે તેવું કામ 20 દિવસમાં જ કરવામાં આવશે

વલસાડથી પસાર થતાં મુંબઇ અમદાવાદ નેશનલ હાઇવે,ધરમપુર ,અતુલ,પારડી,વાપી મુંબઇ તરફથી આવતા જતાં ટ્રાફિક માટે વલસાડ ખાતે ત્રિકોણીય ડિઝાઇન આકારનો રેલવે ઓવરબ્રિજ 50 વર્ષ પહેલા નિર્માણ કરાયો હતો.આ બ્રિજની વચ્ચેથી હાલમાં રેલવે દ્વારા ડીએફસીસીના પ્રોજેકટ હેઠળ નવા રેલવે ટ્રેક નાંખવામાં આવનાર છે. તેના માટે હયાત રેલવે ઓવરબ્રિજના ટ્રાફિકને બંધ કરવાની આવશ્યકતા ઉભી થતાં રેલવેની દરખાસ્ત મંજૂર કરી કલેક્ટરે 21 જૂન સુધી સુધી આ બ્રિજ અવરજવર માટે બંધ કરી ડાયવર્ઝનના નિર્દેશ સાથે જાહેરનામુ બહાર પાડ્યું હતું.

કન્સ્ટ્રક્શન સાઇટની તસવીર
કન્સ્ટ્રક્શન સાઇટની તસવીર

માત્ર 20 દિવસ માટે બંધ કરાયેલા આ બ્રિજનું કામ આટલી જ સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો પડકાર રેલવે ડીએફસીસી અને કન્સટ્રકશન એજન્સી ઇરકોન સામે હતો.પરંપરાગત બાંધકામથી જો કામ કરવામાં આવે તો 5 મહિના લાગી શકે તેમ હતું પરંતું પ્રોજેકટ ટીમે નવો ઉકેલ શોધી 20 દિવસમાં જ આ કામ પૂર્ણ કરવા નવી પધ્ધતિનો ઉપયોગ કર્યો છે.જમાં સ્કેવર આકારની પ્રિકાસ્ટ ક્રોંક્રિટ હેવી ફ્રેઇમ તૈયાર કરી છે.રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રિકાસ્ટ કોંક્રિટ હેવી સ્ટીલ ફ્રેઇમ માત્ર 10 દિવસમાં જ ફીટ કરી 20 દિવસમાં જ બ્રિજ તૈયાર કરવાના ધ્યેય સાથે ભારતમાં પ્રથમ વાર વલસાડ રેલવે બ્રિજના બાંધકામમાં નવા અધ્યાયનું નિર્માણ કરાઇ રહ્યું છે.

ત્રિકોણીય ઓવરબ્રિજનો વચ્ચેનો ટુકડો જેસીબીથી કાપી નાંખી નવું સ્ટ્રક્ચર
વલસાડના રેલવે ઓવરબ્રિજ પરથી ત્રણ દિશામાંથી ટ્રાફિક પસાર થાય છે.જેમાં હાઇવેનો ટ્રાફિક,ધરમપુર,વાપી અતુલ અને વલસાડ શહેરનો ટ્રાફિક ધમધમે છે.હાલમાં જૂનો બ્રિજ છે તેની બાજૂમાં 25 મીટર દૂર બ્રિજના ઉપરથી પસાર થતા રોડનો 300 સ્કે.મીટરનો ભાગ જેસીબીથી કપાત કરી તેમાં પ્રિકાસ્ટ હેવી ફ્રેઇમ લોન્ચ કરાઇ છે.આ પ્રિકાસ્ટ બ્રિજ બની ગયા બાદ ફરીથી રોડ બનાવી ટ્રાફિક ચાલૂ કરી દેવામાં આવશે.

આઉટ ઓફ બોક્સ સોલ્યુશનનો ઉપયોગ
ડીએફસીસી પ્રોજેકટ ટીમના મત મુજબ વલસાડનો બ્રિજ હાઇવેના મુંબઇ,સુરત ઉપરાંત વાપી,પારડી,ઉમરગામ,ધરમપુર કપરાડા તાલુકાના વાહનોની સતત અવરજવરનો મુખ્ય સ્ત્રોત છે,બ્રિજના બાંધકામ માટે વધુ દિવસો લાગે તે ચલાવી શકાય તેમ ન હતું.પરિણામં રેલવે વિભાગ અને કન્સ્ટ્રક્શન એજન્સીની પ્રોજેકટ ટીમે આઉટ ઓફ બોક્સ સોલ્યુશન લાવવાનો નિર્ણય કર્યો હતો.જેમાં માત્ર 20 દિવસમાં જ બ્રિજ તૈયાર થઇ શકે તેવી ટેક્નિકનો ઉપયોગ કરાયો છે.

આ બ્રિજના કન્સ્ટ્રકશન માટે શું વપરાયુ
101ટનની હેવી સ્ટીલ પ્રિકાસ્ટ કોંક્રિટ ફ્રેઇમ
150મેન પાવર-કર્મી
19પ્રિકાસ્ટ કોંક્રિટ ફ્રેઇમ
500ટનનું વજન ઉંચકતી 1 હાઇટેક ક્રેઇન
30કન્સટ્રકશન એરિયા સ્કવેર મીટર
25એન્જિનીયર્સ
300ટનનું વજન ઉપાડતી 3 ક્રેઇન
4જેસીબી મશીનરી
અન્ય સમાચારો પણ છે...