તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ સિક્લસેલ ડે:રાજ્યમાં સિકલસેલના પ્રથમ 2 દર્દી વલસાડના

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિકલસેલ એનિમિયા નિયંત્રણ શરૂ કરવામાં ગુજરાત ભારતમાં પ્રથમ રાજ્ય

સિકલસેલ એનીમિયા જે આદીજાતિઓમાં જોવા મળતો વારસાગત રોગ છે જે રંગ સૂત્રની ખામીના કારણે ઉદભવે છે. પરંતુ આ રોગને કારણે થતી શારીરિક અને માનસિક યાતનાઓ, વ્યથા ખુબ જ હોય છે.2005- ૦6ના વર્ષમાં રાજ્યની આરોગ્ય સેવામાં સિકલસેલની સારવારને આવરી લેવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં એનો વ્યાપ 14 આદિવાસી જિલ્લાઓમાં પથરાયેલો છે.

રાજ્યમાં સિકલસેલના પ્રથમ 2 દર્દી વલસાડ જિલ્લાના મળી આવ્યા હતા. જેમનું નિદાન વલસાડ રક્તદાન કેન્દ્રના ડો.યઝદી ઇટાલિયાએ કર્યું હતું. આ બંન્ને દર્દી સમગ્ર ભારતમાં સૌથી વધુ લાંબુ જીવન જીવ્યા હોવાનો પણ શ્રેય નિદાન કરનાર વલસાડ રક્તદાન કેન્દ્રના ડો.ઇટાલિયાને ફાળે જાય છે.

1978મા જીલ્લામાં પ્રથમ વખત વાંકલના વતની- ધોડિયા જ્ઞાતિમાં વર્ષ 1944માં જન્મેલ બાવનભાઈ ખુશાલભાઈ પટેલના જન્મના 35 મા વર્ષે પ્રથમ વખત લોહીના પરીક્ષણમાં સિકલસેલ ડીસીઝનું નિદાન ઈટાલીયાએ કર્યું. તે પહેલા તેઓ ખોટા નિદાન અને ખોટી સારવારના સાક્ષી રહ્યા હતા.

તેમના નિદાન પછી સંપરામર્શ યોગ્ય સારવારને લઈ 74 વર્ષનું લાંબું જીવીને ડિસેમ્બર 2020માં 74 વર્ષે નિધન પામ્યા હતા.એ જ રીતે 1978માં ધરમપુર ની બાજુમાં બારોલીયાના ડો. રમણભાઈ પટેલનું પણ બીજા સિકલસેલ એનેમીયાના દર્દી તરીકે ડો. ઈટાલીઆએ નિદાન કર્યું કે, જેઓ 84 વર્ષની પાકટ વયે સિકલસેલના રોગ સાથે તંદુરસ્ત જીવન જીવી મે 2021 માં નિધન થયું હતું.

બીજા આદિવાસીઓમાં પણ આ રોગની તપાસ કરી અને તેમાંથી ધીરે ધીરે 2005-06 ની સાલમાં ગુજરાત રાજ્યમાં એમના જેવા અન્ય દર્દીઓના નિદાન અને સારવાર માટેની સુવિધાઓ ગ્રામ્યકક્ષાએ મળે એ માટે સિકલ સેલ એનીમિયા નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. 1984મા વલસાડ રક્તદાન કેન્દ્રએ સ્થાપનાથી હાલ પર્યંત સિકલસેલ એનીમિયાના નિદાન, સારવાર અને સંપરામર્શ (કાઉન્સેલિંગ)ની સુવિધાઓ વિકસાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

તત્કાલિન CM નરેન્દ્ર મોદીએ વલસાડને સિકલસેલની જવાબદારી સોંપી હતી
વર્ષ 2006મા ગુજરાતના તત્કાલીન માં. મુખ્યમંત્રી અને હાલ કાર્યરત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સિકલ સેલ એનીમિયા નિયંત્રણ કાર્યક્રમને પ્રથમ વખત ભારત દેશમાં ગુજરાત રાજ્યની આરોગ્ય સેવામાં કાર્યાન્વિત કરવા વલસાડ રક્તદાન કેન્દ્રને જવાબદારી સોંપી હતી. 2011માં રાજ્યના આ કાર્યક્રમને તે સમયના વડાપ્રધાન મનમોહનસિંઘ દ્વારા ભારતના અસંખ્ય આદિવાસીઓના સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકે એવો નવતર અભિગમ રૂપ કાર્યક્રમ હોય, ગૌરવવંતો પ્રધાનમંત્રી એવોર્ડ આપ્યો હતો. જેનું ભારતના બીજા રાજ્યોએ પણ અનુકરણ કર્યું.

અન્ય સમાચારો પણ છે...